Not Set/ વડોદરા : કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કૂતરાઓનો આતંક, 6 હરણને ફાડી ખાધા

વડોદરા શહેરના કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં 3 રખડતા કુતરાઓએ 6 કાળિયાર હરણને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. આ મામલે તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ, વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. કુતરાઓના હુમલામાં બે હરણ ઈજાગ્રસ્ત થયા હતા. જણાવી દઈએ […]

Top Stories Gujarat Vadodara
vadodara sayaji baug 005 વડોદરા : કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કૂતરાઓનો આતંક, 6 હરણને ફાડી ખાધા

વડોદરા શહેરના કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં 3 રખડતા કુતરાઓએ 6 કાળિયાર હરણને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. આ મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ, વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. કુતરાઓના હુમલામાં બે હરણ ઈજાગ્રસ્ત થયા હતા. જણાવી દઈએ કે, પિંજરામાં કુલ 11 હરણ હતા. જેમાંથી ફક્ત 3 હરણનો બચાવ થયો છે. હરણના પિંજરામાં કુતરાઓ કઈ રીતે ઘુસ્યા એ તપાસનો વિષય છે.

zoo sayaji baug vadodara વડોદરા : કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કૂતરાઓનો આતંક, 6 હરણને ફાડી ખાધા
mantavyanews.com [File Image]
ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, 6 હરણના મોતની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી છે. આ મામલે બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને જાણ કરવામાં આવશે.