Not Set/ વડોદરા પોલીસનું જાહેરનામું : આ સ્થળે કામ સિવાય પુરુષ ઉભા નહિ રહી શકે

વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા શાળા, મહિલા હોસ્ટેલ તેમજ ક્લાસીસ આસપાસ કોઈ પણ પુરુષ કામ વગર નહિ ઉભા રહી શકે, આવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત આ જાહેરનામાને ડીઈઓ દ્વારા તમામ શાળાઓમાં મોકલીને જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ જાહેરનામામાંથી શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ અને મહિલા હોસ્ટેલ માં કામ કરતા અથવા […]

Top Stories Gujarat Vadodara
Manoj Shashidhar વડોદરા પોલીસનું જાહેરનામું : આ સ્થળે કામ સિવાય પુરુષ ઉભા નહિ રહી શકે

વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા શાળા, મહિલા હોસ્ટેલ તેમજ ક્લાસીસ આસપાસ કોઈ પણ પુરુષ કામ વગર નહિ ઉભા રહી શકે, આવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત આ જાહેરનામાને ડીઈઓ દ્વારા તમામ શાળાઓમાં મોકલીને જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

જોકે, આ જાહેરનામામાંથી શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ અને મહિલા હોસ્ટેલ માં કામ કરતા અથવા કોઈ ચોક્કસ કામથી આવતા પુરુષોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત કામથી આવેલા વિદ્યાર્થીઓ, શાળામાં વિદ્યાર્થીઓને મુકવા જતી રીક્ષા-બસના ચાલકો તેમજ વાલીઓને પણ આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, નર્મદા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ મહિલા પોલીસની નિર્ભયા સ્ક્વોડ બનાવવામાં આવી છે.