Not Set/ વડોદરાના આ પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને જશો તો નહિ નોંધાય ફરિયાદ, જાણો કેમ

વડોદરા, વડોદરાનાં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલી એક નોટિસ ત્યાં આવતાં અરજદારોનું ધ્યાન ખેંચી રહી છે. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ વખતે શું પહેરવું તે અંગે પોલીસે એક નોટિસ લગાવી છે. જેમાં અરજદારે હાફ પેન્ટ પહેરીને પોલીસ મથકમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પહેરવેશ અંગે પોલીસે જાતે બનાવેલાં આ વિવાદ ઉભો કરી દીધો છે. અરજદાર માટેનાં […]

Top Stories Gujarat Vadodara
vdr વડોદરાના આ પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને જશો તો નહિ નોંધાય ફરિયાદ, જાણો કેમ

વડોદરા,

વડોદરાનાં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલી એક નોટિસ ત્યાં આવતાં અરજદારોનું ધ્યાન ખેંચી રહી છે. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ વખતે શું પહેરવું તે અંગે પોલીસે એક નોટિસ લગાવી છે. જેમાં અરજદારે હાફ પેન્ટ પહેરીને પોલીસ મથકમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પહેરવેશ અંગે પોલીસે જાતે બનાવેલાં આ વિવાદ ઉભો કરી દીધો છે.

અરજદાર માટેનાં ડ્રેસકોડ અંગે પોલીસનાં આ પ્રકારનાં નિયમને લઇને પ્રજામાં છુપી નારાજગી જોવાં મળી રહી છે. જો કે, પોલીસ આ પ્રકારનાં નિયમને યોગ્ય ગણાવી રહી છે. પોલીસે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, પોલીસ મથકમાં પ્રવેશ અંગે કોઇપણ પ્રકારનો પ્રતિબંધ કે ડ્રેસકોડ લાગુ નથી કરાયો. પણ અરજદારે પોલીસ મથક જેવાં પબ્લિક પ્લેસ પર પ્રવેશ વખતે પહેરવેશમાં વિનમ્રતાનું ધ્યાન રાખવું જોઇએ.

aa વડોદરાના આ પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને જશો તો નહિ નોંધાય ફરિયાદ, જાણો કેમ

વડોદરા કંટ્રોલના એસીપી, વી.પી. ગામીતનું કહેવું છે કે લોકો શોર્ટ્સ પહેરીને પોલીસ સ્ટેશનમાં આવે છે અને ખુરશીમાં પણ બેસે છે. પોલીસ સ્ટેશનમાં મહિલાઓ પણ હોય છે જેમાં આવા મામલામાં શરમજનક સ્થિતિ ઉભી થાય છે. તેમને ઘણી મહિલા પોલીસકર્મીએ રજૂઆત કરી હતી. આ પછી અમે ઘણી ચર્ચા કરી પછી અમે આ નિર્ણય લીધો હતો. લોકોને સમજવું જોઈએ કે કઈ જગ્યા પર કઈ રીતે રહેવું જોઈએ કેવા કપડા પહેરવા જોઈએ.  જેથી કરીને કોઈ મહિલાને ક્ષોભજનક સ્થિતિમાં મુકવાનો વારો ન આવે.

સામાન્ય રીતે પોલીસ મથક જેવાં જાહેર સ્થળોએ પહેરવેશ અંગે કોઇપણ પ્રકારનાં ડ્રેસકોડનો નિયમ લાગુ જોતો નથી. પરંતુ પોલીસ સ્ટેશનમાં આવતાં કેટલાક અરજદારોનાં પહેરવેશને કારણે મહિલા પોલીસકર્મીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવતો હોવાને કારણે પોલીસ દ્વારા અપીલનાં ભાગરૂપે આ પ્રકારની નોટિસ લગાવવાનો વારો આવતો હોય છે.