Not Set/ વડોદરા: જાણીતા ઉદ્યોગપતિ અમિત ભટનાગરની મિલકત કરાઈ સીલ, 33 કરોડની લોન લીધી હતી

વડોદરા, વડોદરાનાં જાણીતાં ઉદ્યોગપતી અમિત ભટનાગરની મિલકત સીલ કરવામાં આવી છે. કલાલી ખાતે આવેલી મેફેર આટ્રીયમ કંપની મોર્ગેજ મૂકીને ડાયમંડ પાવર ટ્રાન્સર્ફોરમર કંપનીએ મુંબઇની ફાઇનાન્સ કંપની પાસેથી 33 કરોડની લોન લીધી હતી. સમયસર લોન ભરપાઇ કરી ન શકતા ફાઇનાન્સ કંપનીએ ભટનાગરની કલાલી ખાતેની મિલકત સીલ કરી દેવાઈ છે. ડાયમંડ પાવર ટ્રાન્સર્ફોમર લીમીટેડના સંચાલક અમીત ભટનાગરે […]

Gujarat
vadra વડોદરા: જાણીતા ઉદ્યોગપતિ અમિત ભટનાગરની મિલકત કરાઈ સીલ, 33 કરોડની લોન લીધી હતી

વડોદરા,

વડોદરાનાં જાણીતાં ઉદ્યોગપતી અમિત ભટનાગરની મિલકત સીલ કરવામાં આવી છે. કલાલી ખાતે આવેલી મેફેર આટ્રીયમ કંપની મોર્ગેજ મૂકીને ડાયમંડ પાવર ટ્રાન્સર્ફોરમર કંપનીએ મુંબઇની ફાઇનાન્સ કંપની પાસેથી 33 કરોડની લોન લીધી હતી. સમયસર લોન ભરપાઇ કરી ન શકતા ફાઇનાન્સ કંપનીએ ભટનાગરની કલાલી ખાતેની મિલકત સીલ કરી દેવાઈ છે.

ડાયમંડ પાવર ટ્રાન્સર્ફોમર લીમીટેડના સંચાલક અમીત ભટનાગરે મુંબઇમાં આવેલી સાંઇકોમ ફાઇનાન્સ નામની કંપની પાસેથી 33 કરોડની લોન લીધી હતી.

કંપનીના સંચાલકોએ લોન મેળવવા માટે કલાલી ખાતે આવેલી તેઓની મેફેર આટ્રીયમ નામની કંપની મોર્ગેજ પર મુકી હતી. પરંતુ લોનની રકમ નિર્ધારીત સમયમાં ભરપાઇ ન કરતા ફાઇનાન્સ કંપનીએ 60 દિવસમાં લોનની રકમ ભરપાઇ કરી દેવા માટે નોટીસ આપી હતી.

આમ છતાં ડાયમંડ પાવર ટ્રાન્સર્ફોરમર કંપનીના સંચાલકોએ લોનની રકમ ભરપાઇ કરી ન હતી. જેથી સાંઇકોમ ફાઇનાન્સ કંપનીએ ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મર કંપનીએ રૂપિયા 33 કરોડની લોન લેવા માટે મોર્ગેજ મુકેલી કલાલી ખાતેની મેફેર આટ્રીયમ કબજો લઇ લીધો છે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકા દ્વારા પણ બાકી મિલકત વેરા બદલ અમોટ ભટનાગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.