કાર્યવાહી/ સરકારને ચૂનો લગાડીને શેરબજારનો ધંધો ચલાવતા બે ઇસમો પકડાયા , એક ફરાર

અમદાવાદમાં બંધ બારણે શેર બજારનો ધંધો લઈને બેઠેલા ઇસમોને તેમની ગુફામાંથી બહાર લાવીને તેમને કાયદાનો ભાન કરાવાની તજવીજ શહેરની પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ પણ શહેરમાંથી અનેક જગ્યાએથી ગેર કાયદેસર શેરબજારની હાટડીઓ ઝડપાઇ હતી. જેમાં ઘણા લોકોની ધરપકડ પણ કરાઈ હતી. સરકારના નિયમો વિરુદ્ધ જઇને શોર્ટકર્ટમાં લાખો રૂપિયા કમાવવા […]

Ahmedabad Gujarat
sensex bse bombay stock exchange bloomberg 1200 સરકારને ચૂનો લગાડીને શેરબજારનો ધંધો ચલાવતા બે ઇસમો પકડાયા , એક ફરાર

અમદાવાદમાં બંધ બારણે શેર બજારનો ધંધો લઈને બેઠેલા ઇસમોને તેમની ગુફામાંથી બહાર લાવીને તેમને કાયદાનો ભાન કરાવાની તજવીજ શહેરની પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ પણ શહેરમાંથી અનેક જગ્યાએથી ગેર કાયદેસર શેરબજારની હાટડીઓ ઝડપાઇ હતી. જેમાં ઘણા લોકોની ધરપકડ પણ કરાઈ હતી. સરકારના નિયમો વિરુદ્ધ જઇને શોર્ટકર્ટમાં લાખો રૂપિયા કમાવવા માટે આજના યુવાનો શેર બજારના માર્ગ પર જવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ બિલાડીના પગલે શેર બજારની પ્રવુતિઓ ધમધમી રહી છે. જેને ઉજાગર કરતો અમદાવાદના વાડજ વિસ્તારમાં બન્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે , વાડજમાં ઓફિસ ખોલીને શેર બજારના ધંધાને કેટલાક ઈસમો ચલાવી રહ્યા છે. સરકારના નિયમો વિરુદ્ધ શેર બજારની પ્રવુતિ ચાલી રહી હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચના કાને આવતા તેમણે બાતમીની જગ્યાએ દરોડા પાડતા આશિક સંઘવી અને વિવેક આડેદરા રંગેહાથે ગેરકાયદેસર શેરોનું લે વેચ કરતા ઝડપાઇ ગયા હતા. જયારે એક આરોપી રવિ નામનો આરોપી હાલ પોલીસની પકડથી બહાર છે. પકડેયેલા બંને આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લાવ્યા બાદ તેમની સાથે પુછપરછ કરીને પોલીસ અધિકારીઓએ ત્રણેય ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.