Not Set/ વડોદરા : 7મી ઇન્ટરનેશનલ મેરાથોનને સીએમ રૂપાણીએ કરાવ્યું ફ્લેગ ઓફ

સંસ્કારી નગરી વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી 7મી આંતરાષ્ટ્રીય મેરાથોનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ મેરાથોનમાં દેશ-વિદેશના 91 હજાર જેટલા દોડવીરોએ ભાગ લઇ રહ્યા છે. આફ્રિકા,  કેનેડા સહિત વિવિધ દેશોમાંથી 100 દોડવીરોએ ભાગ લીધો હતો. મેરાથોનની દોડમાં 42, 21, 10 અને 5 કિલોમીટરની દોડ યોજવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ મશાલ […]

Top Stories
કમ વડોદરા : 7મી ઇન્ટરનેશનલ મેરાથોનને સીએમ રૂપાણીએ કરાવ્યું ફ્લેગ ઓફ

સંસ્કારી નગરી વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી 7મી આંતરાષ્ટ્રીય મેરાથોનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ મેરાથોનમાં દેશ-વિદેશના 91 હજાર જેટલા દોડવીરોએ ભાગ લઇ રહ્યા છે. આફ્રિકા,  કેનેડા સહિત વિવિધ દેશોમાંથી 100 દોડવીરોએ ભાગ લીધો હતો. મેરાથોનની દોડમાં 42, 21, 10 અને 5 કિલોમીટરની દોડ યોજવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ મશાલ યાત્રા, દિવ્યાંગો અને 42 કિ.મી. સહિતની વિવિધ કેટેગરીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. વડોદરા મેરેથોનના પ્રસ્થાન સમયે વિવિધ ધર્મગુરૂઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મેરેથોનના સ્વાગત માટે શહેરમાં ઠેર-ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. વહેલી સવારથી જ વડોદરા શહેરના રાજમાર્ગો ઉભરાઇ ગયા છે.

આ પ્રસંગે સંબોધતા વિજય રુપાણીએ જણાવ્યું, વડોદરા આજે એર રૂટ એક રાષ્ટ્ર થઇને દોડી રહ્યુ છે. ગુજરાતમાં મેરેથોનની શરૂઆત વડોદરાએ કરી હતી ત્યારે આજે 91 હજારથી વધુ લોકો મેરેથોનમાં ભાગ લઇ રહ્યા છે.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, મેરેથોનમાં દિવ્યાંગ લોકો ભાગ લઇ રહ્યા છે એ બતાવે છે કે, અમે ભલે દિવ્યાંગ છીએ પણ અમે પાછા પડીએ તેમ નથી. વડોદરા સંસ્કારી અને સાહિત્યની નગરી છે તે તેની એક આગવી ઓળખ છે. ગુજરાત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યુ છે, ગુજરાત શારીરિક રીતે સક્ષમ છે. ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગીદાર બને છે