Not Set/ વડોદરા: મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર ત્રણ આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ

વડોદરા, વડોદરામાં મંગળવારની મોડીરાત્રે મહિલા પીએસઆઇ પર જીવલેણ હુમલો થયો હતો. શહેરનાં ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા દુધવાળી શેરીમાં મોડીરાત સુધી ખુલ્લા રહેતાં લારી ગલ્લાને કારણે માથાભારે શખ્સોનું દુષણ વધી ગયુ હતું જેને દૂર કરવા વાડી પોલીસ મથકનાં મહિલા પીએસઆઇ એસ.જે.તોમર સ્ટાફ સાથે દુધવાળી પહોંચ્યાં હતાં અને માથાભારે શખ્સોને દાદાગીરી ન કરતા ચેતવણી આપી હતી. દરમ્યાન પોલીસની […]

Top Stories Gujarat Trending
AAAS 1 વડોદરા: મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર ત્રણ આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ

વડોદરા,

વડોદરામાં મંગળવારની મોડીરાત્રે મહિલા પીએસઆઇ પર જીવલેણ હુમલો થયો હતો. શહેરનાં ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા દુધવાળી શેરીમાં મોડીરાત સુધી ખુલ્લા રહેતાં લારી ગલ્લાને કારણે માથાભારે શખ્સોનું દુષણ વધી ગયુ હતું જેને દૂર કરવા વાડી પોલીસ મથકનાં મહિલા પીએસઆઇ એસ.જે.તોમર સ્ટાફ સાથે દુધવાળી પહોંચ્યાં હતાં અને માથાભારે શખ્સોને દાદાગીરી ન કરતા ચેતવણી આપી હતી.

AAAS 3 વડોદરા: મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર ત્રણ આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ

દરમ્યાન પોલીસની કામગીરીથી નારાજ કેટલાક અસામાજિક તત્ત્વોએ મહિલા પીએસઆઇ પર હુમલો કરી દીધો હતો. લુખ્ખા તત્ત્વોએ લાકડીનાં ફટકા મારી કરેલાં હુમલામાં મહિલા પીએસઆઇ તોમર ગંભીર રીતે ઘવાયા હતાં. પોલીસે હુમલાનાં આ બનાવમાં ટોળાં સામે ગુનો નોંધી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી.

AAAS 2 વડોદરા: મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર ત્રણ આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ

પોલીસે હુમલાનાં આ બનાવમાં ટોળાં સામે ગુનો નોંધી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ ત્રણેય હુમલાખોરો મહંમદ રફીક યાસીન દુધવાલા, શાબિર ગોલાવાલા અને મહંમદ હનીફ ગુલાબનબી દુધવાલાનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. હથકડી અને દોરડા બાંધી ત્રણેય આરોપીઓને પોલીસે ન્યાયમંદિર વિસ્તારમાં ફેરવ્યા હતાં. ત્રણેયનું તેમનાં જ વિસ્તારમાં જુલુસ કાઢી પોલીસે વિસ્તારનાં અન્ય અસામાજિક તત્ત્વોમાં ફફડાટની સાથે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.