Not Set/ ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું મોત,એક મહિના બાદ આરોપીઓની ધરપકડ કરી ના શકી પોલિસ

અમદાવાદ, રાજ્ય સરકાર એક બાજુ બેટી બચાવોનો નારો લગાવી રહી છે તો બીજી બાજુ રાજ્યમાં નિર્દોષ યુવતીઓ નરાધમોની હેવાનિયતનો ભોગ બની રહી છે.અમદાવાદમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું મોત થઇ ગયું છે.આ વાતની કરૂણતા એ છે કે ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ પોલિસમાં ફરિયાદ કરી હોવા છતાં પોલિસ એક મહિના સુધી આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઇ હતી. અમદાવાદના રામોલ […]

Top Stories Ahmedabad Gujarat
rtt 10 ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું મોત,એક મહિના બાદ આરોપીઓની ધરપકડ કરી ના શકી પોલિસ

અમદાવાદ,

રાજ્ય સરકાર એક બાજુ બેટી બચાવોનો નારો લગાવી રહી છે તો બીજી બાજુ રાજ્યમાં નિર્દોષ યુવતીઓ નરાધમોની હેવાનિયતનો ભોગ બની રહી છે.અમદાવાદમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું મોત થઇ ગયું છે.આ વાતની કરૂણતા એ છે કે ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ પોલિસમાં ફરિયાદ કરી હોવા છતાં પોલિસ એક મહિના સુધી આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઇ હતી.

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી પર ચાર યુવકોએ રેપ કર્યો હતો.આ યુવતી ગર્ભવતી બની હતી અને તેની કીડની નિષ્ફળ ગઇ હતી.યુવતીને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આજે યુવતીનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બી.કોમમાં અભ્યાસ કરતી એટીકેટીનું ફોર્મ ભરવાની લાલચ આપીને ગેસ્ટહાઉસમાં લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલે યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગેંગ રેપ જેવા ગંભીર ગુનામાં રામોલ પોલીસે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરી નથી.

યુવતીના પરિવારજનોના આરોપ પ્રમાણે હાર્દિક,રાજ,અનિકેત અને ચિરાગ નામના યુવકોએ યુવતીનો ખોટી લાલચ આપીને તેની પર રેપ કર્યો હતો.