Not Set/ ગુજરાત/ હિંસક પશુનું રહેણાંક વિસ્તારમાં પ્રવેશ..? કોણ જવાબદાર ..?

શું રહેણાંક વિસ્તારમાં જંગલી પશુ ઘુસી રહ્યા છે કે પછી જંગલમાં માનવીનો પગપેસારો..? કોણ કોની હદમાં પ્રવેશી રહ્યું છે તે એક વિચારના માંગી લેતો પ્રશ્ન છે. છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્રમાં કયાંક દીપડો તો ક્યાંક સિંહ લટાર મારતા કે માનવભક્ષી બનેલા કે પશુનું મારણ કરતા જોવા મળી રહ્યા છે. આ આ બધા માટે જવાબદાર કોણ..? અબોલ […]

Gujarat Others
maxresdefault 1 ગુજરાત/ હિંસક પશુનું રહેણાંક વિસ્તારમાં પ્રવેશ..? કોણ જવાબદાર ..?

શું રહેણાંક વિસ્તારમાં જંગલી પશુ ઘુસી રહ્યા છે કે પછી જંગલમાં માનવીનો પગપેસારો..? કોણ કોની હદમાં પ્રવેશી રહ્યું છે તે એક વિચારના માંગી લેતો પ્રશ્ન છે. છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્રમાં કયાંક દીપડો તો ક્યાંક સિંહ લટાર મારતા કે માનવભક્ષી બનેલા કે પશુનું મારણ કરતા જોવા મળી રહ્યા છે. આ આ બધા માટે જવાબદાર કોણ..? અબોલ હિંસક પશુનું રહેણાંક વિસ્તારમાં ઘુસણ ખોરી છે કે માનવે તેના વિસ્તારમાં ઘુસણખોરી કરી છે..?

Related image

વેરાવળ

ગીર સોમનાથના વેરાવળ ના ચમોડા ગામે દીપડો ત્રાટક્યો હતો. ગોવિંદભાઈ માંડાભાઈ વાળા ની વાડી ના રહેણાંક મકાન માં  દીપડાએ દેખા દીધી હતી. એક ગાય નું મારણ કર્યું હતું. ઘટના ના પગલે ગ્રામજનો માં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણ વન વિભાગ ને કરતા વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.

Related image

અમરેલી

અમરેલીના  રાજુલામાં આવેલ  અલ્ટ્રાટેક કંપની કોલોનીમાં સિંહો ઘૂસ્યા હતા. અચાનક ત્રણ સિંહો  રહેણાંક કોલોનીમાં ઘૂસતા અફરા તફરી મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે અમેરેલીના કોવાયા, પીપાવાવ, ભેરાઈ રામપરાની  આસપાસ સિંહોનો કાયમી વસવાટ જોવા મળે  છે  અને ખોરાકની શોધમાં આ સિંહો રહેણાંક મકાનમાં આવી ચડ્યા હતા. જેનો વીડિયો થયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આવી રીતે ત્રણ સિંહોની  રહેણાંક કોલોનીમાં લટારથી સ્થાનિક રહિશો ભયભીત થઈ ગયો છે. આવી રીતે  રહેણાંક વિસ્તારમાં સિંહો ઘૂસતા વન વિભાગની કામગીરી સામે ફરી સવાલ ઉભુ થયુ છે.

Related image

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના હળવદના ઘનશ્યામપુર ગામે વાડી વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક ખેડૂતે વહેલી સવારે શ્વાનના ભસવના અવાજ બાદ જાગીને જોતા  તેને પટ્ટાવાળું પ્રાણી જોવા મળ્યું. જેના કારણે તેણે બૂમો પાડી આસપાસના ખેડૂતોને ભેગા કર્યા. દીપડો જોવા મળ્યો હતો તે જગ્યાથી થોડા દૂર એક વાછરડીનું શંકાસ્પદ મારણ જોવા મળ્યું. ઘટનાની જાણ કરાતા વનવિભાગે દીપડો હોવા અંગે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.