Not Set/ અમદાવાદ : નારોલમાં દીવાલ ધરાશાયી, એકનું મોત, 4 બાળકો ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ઇમારાતો ધરાશાયી થવાની ઘટનાઓનો સિલસિલો હજુ યથાવત જ છે. થોડા દિવસ પહેલા જ જયારે ઓઢવ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે નારોલ વિસ્તારમાંથી દીવાલ પડી જવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નારોલમાં આવેલા તીર્થ એવન્યુમાં 15 ફુટ ઊંચી દીવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. દીવાલ ધરાશાયી થતા પાંચ બાળકો અને […]

Top Stories Ahmedabad Gujarat
628903918 Wall collapse 6 અમદાવાદ : નારોલમાં દીવાલ ધરાશાયી, એકનું મોત, 4 બાળકો ઈજાગ્રસ્ત

અમદાવાદમાં ઇમારાતો ધરાશાયી થવાની ઘટનાઓનો સિલસિલો હજુ યથાવત જ છે. થોડા દિવસ પહેલા જ જયારે ઓઢવ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે નારોલ વિસ્તારમાંથી દીવાલ પડી જવાની ઘટના સામે આવી છે.

184620 ahddival e1538551048654 અમદાવાદ : નારોલમાં દીવાલ ધરાશાયી, એકનું મોત, 4 બાળકો ઈજાગ્રસ્ત

અમદાવાદના નારોલમાં આવેલા તીર્થ એવન્યુમાં 15 ફુટ ઊંચી દીવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. દીવાલ ધરાશાયી થતા પાંચ બાળકો અને એક વ્યક્તિ દટાયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ, 15 ફુટ ઊંચી દીવાલ પડી જતા, કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયારે દીવાલ પડવાથી ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને દિવાલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.