Not Set/ છોટાઉદેપુરમાં ભારે વરસાદ, ઓરસંગ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં પડેલા ભારે વરસાદના પગલે જોજવા ખાતે આવેલો આડબંધ ઓવરફ્લો થયો છે.જેને લઈને સિંચાઈના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતોને રાહત મળી છે.ઉપરવાસમાં વરસાદને કારણે ફરી એક વખત ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી, અને ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતા ઊંડા થઈ ગયેલા જળસ્તર ઉપર આવવાની આશા બંધાતા લોકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા […]

Top Stories Gujarat Others Videos
aade 10 છોટાઉદેપુરમાં ભારે વરસાદ, ઓરસંગ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

છોટાઉદેપુર,

છોટાઉદેપુરમાં પડેલા ભારે વરસાદના પગલે જોજવા ખાતે આવેલો આડબંધ ઓવરફ્લો થયો છે.જેને લઈને સિંચાઈના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતોને રાહત મળી છે.ઉપરવાસમાં વરસાદને કારણે ફરી એક વખત ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી, અને ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતા ઊંડા થઈ ગયેલા જળસ્તર ઉપર આવવાની આશા બંધાતા લોકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મધ્યપ્રદેશ, ઉપરવાસ  તેમજ  છોટાઉદેપુર જિલ્લા માં સતત પડી  રહેલા ધોધમાર વરસાદને લઈ છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ હતી અને ઓરસંગ નદીમાં ઘોડાપુર આવતા ઓરસંગ નદી બે કાંઠે વહેતા જિલ્લા નગરજનો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય એ છે વરસાદના આગમન થી પોતાના પાક માટે ચિંતિત થયેલા ખેડૂતોએ રાહત નો સ્વાસ લીધો છે તો જિલ્લાના જળાશયો પણ પાણીથી છલકાયા છે હાલ સુધી ખેતી લાયક વરસાદ ના વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા તો જોજવા ખાતે આવેલો આડબંધ ફરી વખત ઓવર ફ્લો થતાં ખેડૂતો માં રાહત ની લાગણી સાથે અનેરી ખુશી જોવા મળી રહી છે

છોટાઉદેપુર વિસ્તારમાં સિચાઈ ના તેમજ પીવાના પાણી ની સમસ્યા ને લઈ લોકો ચિંતા માં મુકાયા હતા પરંતુ  જીલ્લામાં ધોધમાર વરસાદ તેમજ ઉપરવાસમાં વરસાદ ને કારણે ફરી એક વાર ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ઓરસંગ નદીમાં ઘોડા પૂર આવતા થતાં ઊંડા થઈ ગયેલા જળ સ્તર  ઉપર આવવાની આશા બંધાતા લોકો માં તેમજ ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.