Not Set/ જેતપુરમાં મજૂરોની હડતાલથી મગફળી ખરીદી ચઢી ખોરંભે, ખેડૂતોમાં ભભૂકયો રોષ

જેતપુર, સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી છેલ્લા 15 દિવસથી શરૂ થઈ ચુકી છે અને તેનું ભરાય, જોખ, સાથેનું તમામ મજૂરી કામ યોગ્ય રીતે ચાલું હતું,  પરંતુ મજૂરોને સમયસર મજૂરીનું મહેનતાણું નહિ ચૂકવતાં છેવટે મજૂરોને હડતાલનો સહારો લેવાનો વારો આવ્યો છે. જેથી મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી બંધ રાખવી પડી છે, ખરીદી બંધ થતાં મગફળીનું […]

Top Stories Rajkot Gujarat
mantavya 227 જેતપુરમાં મજૂરોની હડતાલથી મગફળી ખરીદી ચઢી ખોરંભે, ખેડૂતોમાં ભભૂકયો રોષ

જેતપુર,

સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદી છેલ્લા 15 દિવસથી શરૂ થઈ ચુકી છે અને તેનું ભરાય, જોખ, સાથેનું તમામ મજૂરી કામ યોગ્ય રીતે ચાલું હતું,  પરંતુ મજૂરોને સમયસર મજૂરીનું મહેનતાણું નહિ ચૂકવતાં છેવટે મજૂરોને હડતાલનો સહારો લેવાનો વારો આવ્યો છે.

mantavya 228 જેતપુરમાં મજૂરોની હડતાલથી મગફળી ખરીદી ચઢી ખોરંભે, ખેડૂતોમાં ભભૂકયો રોષ

જેથી મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી બંધ રાખવી પડી છે, ખરીદી બંધ થતાં મગફળીનું વેચાણ કરવા આવેલ 100 જેટલા ખેડૂતો હેરાન પરેશાન થઇ જતાં રોષ ભભૂકી ઉઠયો હતો. આ બાબતે જયારે સરકારી ખરીદી અધિકારીને પૂછતાં તેઓએ સ્પસ્ટ જવાબ નહિ આપી મજૂરોને મજૂરીમાં વધારાની માગણી છે તેથી બંધ હોવાનું જણાવ્યું હતું.

mantavya 229 જેતપુરમાં મજૂરોની હડતાલથી મગફળી ખરીદી ચઢી ખોરંભે, ખેડૂતોમાં ભભૂકયો રોષ

સરકારી મગફળી ખરીદી અને મગફળી ડેપો મેનેજર મજૂરોની હડતાલ બાબતે ગોળગોળ ફરી રહ્યા હતા, તેવો આ બાબતે મીડિયાને અને આમ પ્રજાને ગુમરાહ કરતા હોવાનું સ્થાપિત થતું હતુંને તેવો આ સમગ્ર મામલામાં સામેલ હોય તેવુ નિવેદન આપી રહ્યા હતા અને વારંવાર નિવેદન બદલતા હતા. તેવોના મત મુજબ મજૂરોનો મજૂરીનો પ્રશ્ન હલ થયેલ છે અને કામગીરી ફરી શરૂ થયેલ છે.

mantavya 230 જેતપુરમાં મજૂરોની હડતાલથી મગફળી ખરીદી ચઢી ખોરંભે, ખેડૂતોમાં ભભૂકયો રોષ

હડતાલ બાબતે જેતપુર apmc ના મજૂર સંગઠન દ્વારા આ હડતાલને સમર્થન આપેલ હતું અને જ્યાંર સુધી તેવોને બાકીની મજૂરી નહીં ચૂકવાય ત્યાં સુધી ટેકાની મગફળીનું કામગીરી અને મજૂરી નહીં કરે.  મગફળીની ખરીદીની શરૂઆત થી જ ખરીદી માં કોઈ ને કોઈ સમસ્યા ઉભીંજ હોય જોવા જઇ એ તો ખેડૂતો ને દરેક તરફ થી પિસાવા નું હોય છે ત્યારે સરકાર ખેડૂતો ના તમામ બાબતે ગંભીર થાય ને આ કામગીરી ને સરળ બનાવે તે દરેક માટે હિતકારક છે