Not Set/ ક્વાંટ તાલુકાના ગામમાં 500 લોકો ફસાયા, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ,લોકો ગામ છોડવા નથી તૈયાર

છોટા ઉદેપુર, રાજ્યમાં સતત વરસી રહેલાં વરસાદને કારણે ઠેર ઠેર લોકોના જાન મુશ્કેલીમાં મુકાયા હતા.છોટા ઉદેપુરમાં ગુરૂવારે પડેલાં અતિ વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણાં બન્યા હતા.છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ઝાલાવાડ ગામમાં 500 લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા. આજુબાજુ ડેમમાંથી અને ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદના પાણીએ ઝાલાવાડ અને તેની આજુબાજુના ગામના લોકો ફસાયા હતા.ગામ પાસે બનાવવામાં […]

Top Stories
aade 12 ક્વાંટ તાલુકાના ગામમાં 500 લોકો ફસાયા, NDRFએ શરૂ કર્યું રેસ્ક્યુ,લોકો ગામ છોડવા નથી તૈયાર

છોટા ઉદેપુર,

રાજ્યમાં સતત વરસી રહેલાં વરસાદને કારણે ઠેર ઠેર લોકોના જાન મુશ્કેલીમાં મુકાયા હતા.છોટા ઉદેપુરમાં ગુરૂવારે પડેલાં અતિ વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણાં બન્યા હતા.છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ઝાલાવાડ ગામમાં 500 લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા.

આજુબાજુ ડેમમાંથી અને ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદના પાણીએ ઝાલાવાડ અને તેની આજુબાજુના ગામના લોકો ફસાયા હતા.ગામ પાસે બનાવવામાં આવેલા રાવી ડેમ પાસેનું નાળું ખુલી જતાં અહીંનુ પાણી આજબાજુના ગામમાં ઘુસ્યું હતું.

ગામના લોકોને બચાવવા માટે એનડીઆરએફએ બચાવ કામગીરી શરૂ કરી હતી.એનડીઆએફની ટીમે શુક્રવારે સવાર સુધીમાં 150 લોકોને બચાવ્યા હતા.જો કે ગામના લોકો તેમના ઘર છોડવા તૈયાર નહીં હોવાથી એનડીઆરએફનું રેસક્યુ ઓપરેશન અટક્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ધમાકેદાર વરસાદ હતો.ચોવીસ કલાકમાં 17 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. સાંબેલાધાર વરસેલા વરસાદે સમગ્ર ક્વાંટને જળબંબાકાર કરી દીધું. મોડી સાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.