Not Set/ ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા, આટલાં કરોડ પરત લાવ્યું સાયબર ક્રાઈમ

અમદાવાદની સાયબર ક્રાઇમ કચેરીમાં રોજ અનેક લોકો પોતાની સાથે થયેલી ઓનલાઇન ચીંટીગની ફરિયાદ લઈને આવતા હોય છે. તેવા સમયમાં ગુજરાત સરકારે સાયબર આશ્વસ્થ પ્રોજેકટ શરૂ કર્યો છે.

Gujarat Others
વ૨ 22 ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા, આટલાં કરોડ પરત લાવ્યું સાયબર ક્રાઈમ

સમગ્ર દેશમાં લોકડાઉન બાદ સાયબર ક્રાઇમે માથું ઉચકયું છે. તેવા સમયમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.  પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું  સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોની વ્હારે આવ્યુ છે.

વ૨ 23 ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા, આટલાં કરોડ પરત લાવ્યું સાયબર ક્રાઈમ

લોકડાઉનમાં લોકો બન્યા સાયબર ક્રાઈમનો શિકાર

PAYTM, OLX માં ઓફરની લાલચમાં કરોડો ગુમાવ્યા

સાયબર આશ્વસ્થ હેલ્પ લાઈન  પર 30284  કોલ આવ્યા

અમદાવાદની સાયબર ક્રાઇમ કચેરીમાં રોજ અનેક લોકો પોતાની સાથે થયેલી ઓનલાઇન ચીંટીગની ફરિયાદ લઈને આવતા હોય છે. તેવા સમયમાં ગુજરાત સરકારે સાયબર આશ્વસ્થ પ્રોજેકટ શરૂ કર્યો છે. જે પ્રોજેક્ટમાં આ પ્રકારે સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. જે ટીમે અત્યાર સુધી અનેક લોકોએ ગુમાવેલા પૈસા પરત અપાવવામાં મદદ કરી છે.

વ૨ 24 ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા, આટલાં કરોડ પરત લાવ્યું સાયબર ક્રાઈમ

સાયબર આશ્વસ્થ હેલ્પ લાઈન પર 30284  કોલ આવ્યા

ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા

સાયબર ક્રાઈમે 15 કરોડ 70 લાખ રૂપિયા પરત લાવ્યાં

સાવધાન રહેવા સાયબર ક્રાઈમની અપીલ

અત્યાર સુધીમાં સાયબર આશ્વસ્થ હેલ્પ લાઈન પર 30284  કોલ આવ્યા છે.  જેમાં  ત્યારે અત્યાર સુધી માં 120 કરોડ રૂપિયા ગુજરાતીઓ પોતાના પૈસા ગુમાવ્યા છે.  તો સામે  સાયબર ક્રાઇમ બ્રાંચ એ સાયબર ફ્રોડનાં ભોગ બનનારનાં 15 કરોડ 70 લાખ પરત અપાવ્યા છે.  સાવધાન રહેવા અપીલ કરવા માં આવી રહી છે.

વ૨ 25 ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા, આટલાં કરોડ પરત લાવ્યું સાયબર ક્રાઈમ

સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી ટીમ સતત PAYTM, ફોન પે, ગુગલ પે  તેમજ બેંકો સાથે સંપર્કમાં રહે છે.  અને જ્યારે પણ કોઇ વ્યક્તિની ફરિયાદ હેલ્પ લાઈન પર મળે એટલે તરત જ ગઠીયાઓએ લીધેલી રકમ જે ખાતામાં હોય ત્યાં જ ફ્રિજ કરી દેવાય છે. અને તે બાદ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરે છે.

વ૨ 26 ગુજરાતીઓએ 120 કરોડ રૂપિયા ગુમાવ્યા, આટલાં કરોડ પરત લાવ્યું સાયબર ક્રાઈમ

અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં અંદાજે 6 કરોડ રૂપિયા ફ્રિજ કર્યા છે. સાયબર ગઠીયાઓ દ્વારા અપાતી લોભામણી લાલચોમાં તેમજ ભ્રમમાં આવી કોઇને પણ ઓટીપી ન આપવાની અપીલ કરી છે. સાથેજ લોભ લાલચથી બચવાની સાથે સાથે  જરૂરી છે એટલું સાવચેત રહેવું. ત્યારે આ સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ લોકો માટે આશીર્વાદ સમાન સાબીત થઇ રહ્યુ છે.