Covid-19/ ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત

ગુજરાતમાં હવે કોરોનાને જઇ રહ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે.

Gujarat Others
police attack 81 ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 316
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,61,540
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 335
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 253703
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3450

ગુજરાતમાં કોરોના મહામારીનાં અંતનો પ્રારંભ થઇ ગયો છે. કોરોનાનો આંક જે એક સમયે પર્વત સમાન ઉંચાઇઓ આંબી રહ્યો હતો, તેમા ઘણો ફેરફારો નોંધવામાં આવી રહ્યા છે અને કોરોનાનો આંક એકરુપતામાં જોવામાં આવે તો સડસડાટ નીચે આવતો દેખાઇ રહ્યો છે. આજે ગુજરાતમાં ફક્ત અને ફક્ત 3,450 એક્ટિવ કેસ છે. હવે તો કોરોના સામેની લડાઇ પણ મજબૂત બની છે અને દેશ સહિત ગુજરાતમાં પણ રસીકરણ શરુ થઇ ચૂક્યુ છે, ત્યારે રોજબરોજ સામે આવતા આંકડા જોતા કહી શકાય કે, હવે કોરોના ગુજરાતમાં થોડા દિવસનો જ મહેમાન છે.

રવિવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 316 નોંધવામાં આવી છે. સાથે સાથે સૌથી મોટી વાત તો એ છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ લોકોનાં મોત કોરોનાનાં કારણે થયા નથી.

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  335 નોંધવામાં આવેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,53,703 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે  3,450 હોવાનું નોંધવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં આજથી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે તારીખ 31 જાન્યુઆરીને રવિવારથી બીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3.50 લાખ ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે વેક્સિનેશન પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરના દરેક જિલ્લામાં આજે સવારે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને કમિશનરને પહેલા ડોઝ મુકીને રસી કરણ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Political / હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું

Ahmedabad: મુસ્કાન માટે રક્તદાન, 103 પોલીસકર્મીઓએ કર્યું રેકોર્ડબ્રેક રક્તદાન

Aravalli: મોડાસાનાં અરમાન શેખે અંડર 15 બોઈઝ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેળવ્યો સિલ્વર મેડલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો