Not Set/ ભરૂચ: ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, 4 લોકોના મોત, 7 ઘાયલ

ભરૂચ શુક્રવારે મોડી રાત્રે સુરતથી સૌરાષ્ટ્ર જતી ભરૂચના મંડવા ગામ નજીક ટ્રેઇલર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરની ટક્કર એટલી વધારે હતી કે લકઝરીમાં સવાર ચાર લોકોના પ્રાણપંખેરું ઉડી ગયા હતાં. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સાતથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ […]

Top Stories Gujarat Trending
bharuch ભરૂચ: ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, 4 લોકોના મોત, 7 ઘાયલ

ભરૂચ

શુક્રવારે મોડી રાત્રે સુરતથી સૌરાષ્ટ્ર જતી ભરૂચના મંડવા ગામ નજીક ટ્રેઇલર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરની ટક્કર એટલી વધારે હતી કે લકઝરીમાં સવાર ચાર લોકોના પ્રાણપંખેરું ઉડી ગયા હતાં.

bharuch 1 ભરૂચ: ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, 4 લોકોના મોત, 7 ઘાયલ

આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સાતથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર એકઠાં થયા હતા.

bharuch 2 ભરૂચ: ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, 4 લોકોના મોત, 7 ઘાયલ

જ્યારે પોલીસને પણ આ અંગે જાણ કરતા સ્થળ ઉપર દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

bharuch 3 ભરૂચ: ટ્રેઇલર પાછળ ઘુસી ખાનગી બસ, 4 લોકોના મોત, 7 ઘાયલ

સુત્રોના જણાવ્યા પ્રમાણે ખાનગી લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર જઇ રહી હતી. ભરૂચ નજીક થયેલા આ અકસ્માતમાં એક બાળકી, એક મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.