Raid/ ગુજરાતમાં દારૂ બંધીનાં લીરેલીરા, માધુપુરા પોલીસ ઊંઘતી રહી ને ક્રાઇમબ્રાંચે ઝડપ્યો દારૂ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં PSI એમ.એમ. ગઢવી અને ટીમને બાતમી મળી હતી કે, શહેરનાં માધુપુરા પોલીસની હદમાં દુધેશ્વરમાં રૂસ્તમ મિલ પાસે ઔડાનાં મકાનમાં દેશી દારૂ સાથે સંકળાયેલા અબ્દુલ મિયાંણા અને તેની બહેન નસીમબાનું મિયાંણા તેના ઘર પાસે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસે મકાનમાં દરોડો પાડતા તેમના ઘરની આગળથી […]

Ahmedabad Gujarat
zzas 165 ગુજરાતમાં દારૂ બંધીનાં લીરેલીરા, માધુપુરા પોલીસ ઊંઘતી રહી ને ક્રાઇમબ્રાંચે ઝડપ્યો દારૂ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ક્રાઈમ બ્રાન્ચનાં PSI એમ.એમ. ગઢવી અને ટીમને બાતમી મળી હતી કે, શહેરનાં માધુપુરા પોલીસની હદમાં દુધેશ્વરમાં રૂસ્તમ મિલ પાસે ઔડાનાં મકાનમાં દેશી દારૂ સાથે સંકળાયેલા અબ્દુલ મિયાંણા અને તેની બહેન નસીમબાનું મિયાંણા તેના ઘર પાસે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે.

જેથી પોલીસે મકાનમાં દરોડો પાડતા તેમના ઘરની આગળથી છ પ્લાસ્ટિકનાં થેલા મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા કુલ 135 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પોલીસે કબ્જે લઈ અને બંને બુટલેગર ભાઈ બહેન સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ત્રણ દિવસમાં બહારની એજન્સીઓએ આવી અને દારૂ જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવાની ફરજ પડી છે. PI મહાવીરસિંહ બારડ અને વહીવટદારની રહેમનજર હેઠળ જ આ પ્રવૃત્તિ ચાલતી હોય શકે છે કારણ કે તો જ બહારની એજન્સીઓને આવી દરોડા પાડવા પડ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો