ગુજરાત/ વાવેતર વિસ્તારમાં 50 ટકા ઘટાડો, મોસમનો સરેરાશ વરસાદ 11.02 ટકા

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થયો છે. ચોમાસા દરમિયાન થતાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 50 ટકા ઘટાડો થયો છે.

Gujarat Others
Untitled 246 વાવેતર વિસ્તારમાં 50 ટકા ઘટાડો, મોસમનો સરેરાશ વરસાદ 11.02 ટકા

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થયો છે. ચોમાસા દરમિયાન થતાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 50 ટકા ઘટાડો થયો છે. જો કે તેલીબીયા અને અન્યપાકના વાવેતરવિસ્તારમાં વધારો થયો છે. ચોમાસુ સારૂં રહેવાની આગાહીએ ખેડૂતો હજી સારા ઉનાળુ પાક માટે આશાવાદી છે.

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 34 ઇંચ નોંધાયો છે. ચોમાસામાં સત્તાવાર રીતે 23 જૂનની સ્થિતિએ સરેરાશ 3 થી 3.5 ઇંચ વરસાદ થયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 11.02 ટકા થયો છે. ચોમાસાનો સરેરાશ વરસાદ આજની સ્થિતિએ ઓછો થયો છે. ગુજરાત 85.54 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર ધરાવે છે, 21 જૂનની સ્થિતિએ આ વર્ષે 6.84 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે 21 જૂને 13.94 લાખ હેક્ટરવિસ્તારમાં વાવેતર થયું હતું. પરિણામે વાવેતર વિસ્તારમાં 50 ટકા ઘટાડો થયો છે. .

ગત વર્ષની તુલનામાં વાવેતર

  • પાકનો પ્રકાર      –   આ વર્ષે વાવેતર   –   ગત વર્ષે વાવેતર
  •                              ( હેક્ટર વિસ્તારમાં)      ( હેક્ટર વિસ્તારમાં)
  • ધાન્ય                       9591                                  10876
  • કઠોળ                     4470                                  4558
  • તેલીબિયા               6 લાખ 73 હજાર 341        2 લાખ 65 હજાર 217
  • અન્ય                       7,06 લાખ                          4.08 લાખ

વાવેતરની દ્રષ્ટિએ જોતાં ધાન્ય અને કઠોળ પાકના વાવેતરવિસ્તારમાં વધારો થયો છે. જે ખેડૂતો માટે લાભદાયી પુરવાર થશે. જ્યારે તેલીબિયા અને અન્ય પાકના વાવેતરવિસ્તારમાં ઘરખમ ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુક્સાન થવાની પ્રબળ સંભાવના છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ગુજરાતમાં સારો એટલે કે 106 ટકા વરસાદ થશે તો હજી વધુ સારો પાક થવાની આશા ખેડૂતો રાખી રહ્યાં છે. ખેડૂતોની આશા પૂર્ણ થાય અને તેનો લાભ ગુજરાતને પણ મળશે એમ ગુજરાતની પ્રજા પણ ઇચ્છી રહી છે….