Not Set/ ગુજરાતનું વિશ્વ વિખ્યાત સૂર્યમંદિર અને મોઢેરા ગામ સૂર્ય ઉર્જાથી ઝળહળી ઉઠશે

સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત ગુજરાતના મહેસાણા જિલ્લામાં સૂર્ય ઊર્જા આધારિત યોજના બનાવવામાં આવી છે.

Gujarat Others
Untitled 294 ગુજરાતનું વિશ્વ વિખ્યાત સૂર્યમંદિર અને મોઢેરા ગામ સૂર્ય ઉર્જાથી ઝળહળી ઉઠશે

સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત ગુજરાતના મહેસાણા જિલ્લામાં સૂર્ય ઊર્જા આધારિત યોજના બનાવવામાં આવી છે. મોઢેરા સન ટેમ્પલ એન્ડ ટાઉન સોલારાઇઝેશન પ્રોજેકટ તરીકે ઓળખાતી આ યોજના પૂર્ણતાના આરે છે. જેનાથી વિશ્વ વિખ્યાત સૂર્યમંદિર અને મોઢેરા ગામ સૂર્ય ઉર્જાથી ઝળહળી ઉઠશે. ઓગસ્ટ અંતમાં અથવા સપ્ટેમ્બર પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ યોજના લોકાર્પણ કરવાની તૈયારી થઈ રહી છે.

મહેસાણાથી ૨૫ કિલોમીટર દૂર આવેલ મોઢેરા ગામની પાસે બાર હેકટર જગ્યામાં પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેનાથી મોઢેરા સૂર્યમંદિર અને ૧૭૦૦ ની વસ્તીવાળા મોઢેરા ગામને રાઉન્ડ ધ કલોક સૂર્ય આધારિત વીજળી મળી શકશે .હાલની કંપનીની વીજળીના વિકલ્પે લોકો આ સોર ઉર્જા નો ઉપયોગ કરી શકશે .

આ પણ વાંચો : ભીંડમાં 150 વર્ષ જુની જેલમાં મોટી દૂર્ઘટના, બેરેક નંબર 7 ધરાશાયી થતાં 22 કેદી ઘાયલ

છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. નજીકમાં જ ઈ વ્હીકલ માટે ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાનું આયોજન છે .રોજની છ મેગાવોટ સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી શકાશે .દિવસે સૂર્યપ્રકાશથી ઉર્જાનો સંગ્રહ કરવામાં આવશે તેનો ઉપયોગ દિવસ ઉપરાંત રાતના સમયે પણ થઈ શકશે. હાલ આ મોઢેરામાં આ પાયલોટ પ્રોજેકટ સ્થાપવામાં આવેલ છે.

આ પણ વાંચો :પરિણીતાએ એક તરફી પ્રેમીના ત્રાસના કારણે 7 માં માળેથી કૂદી કર્યો આપઘાત

સમગ્ર ગામ સૂર્ય આધારિત વીજળીથી ચાલી શકે તેઓ દેશમાં પ્રથમવાર બનશે .સ્ટ્રીટ લાઈટ અને ઘરમાં વીજળીના વિકલ્પે સૂર્ય ઊર્જાનો ઉપયોગ થશે .ઉર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જવા મોઢેરા આગળ વધી રહ્યું છે આ પ્રોજેકટ નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થાય તે માટે રાજય સરકારે પ્રયાસ શરૂ કર્યા છે.