Not Set/ ગુજસીટોકનો આરોપી લાલુ જાલિમ ઉત્તરપ્રદેશથી ઝડપાયો

સુરત પોલીસ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ગેંગ ચલાવતા લોકોને ડામવા માટે GCTOC કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ અંતર્ગત લાલુ જાલીમ ગેંગના મુખ્ય સૂત્રધારની પણ GCTOCના કાયદા

Top Stories Gujarat
lalu jalim 1 ગુજસીટોકનો આરોપી લાલુ જાલિમ ઉત્તરપ્રદેશથી ઝડપાયો

સંજય મહંત, સુરત@ મંતવ્ય ન્યૂઝ

સુરત પોલીસ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ગેંગ ચલાવતા લોકોને ડામવા માટે GCTOC કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ અંતર્ગત લાલુ જાલીમ ગેંગના મુખ્ય સૂત્રધારની પણ GCTOCના કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. લાલુ જાલીમ ગેંગ વિરૂદ્ધ પોલીસ દ્વારા 29 ડિસેમ્બર 2020ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

lalu jalim 2 ગુજસીટોકનો આરોપી લાલુ જાલિમ ઉત્તરપ્રદેશથી ઝડપાયો

ગુજરા સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ તથા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા ગુનેગારોને અંકુશમાં લેવા માટે GCTOC કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ગેંગ ચલાવતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સુરતના અમરોલી અને અડાજણ વિસ્તારમાં લાલુ જાલીમની ગેંગ ચલાવવામાં આવતી હતી. આ ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોવાથી આ ગેંગ સામે પણ પોલીસ દ્વારા GCTOC અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગેંગ સામે ગુનો નોંધાયો તેની સાથે લાલુ જાલીમને માલૂમ પડી જતાં તે સુરતથી પલાયન થઇ ગયો હતો. પોલીસે જ્યારે લાલુ જાલીમ ગેંગ ઉપર ગુનો નોઁધ્યો ત્યારે તેના 6 સાગરિતોની ધરપકડ કરી લેવા હતી. જેમાં  લાલુ  જાલીમ સુરતથી ભાગી ઉત્તરપ્રદેશ તરફ જતો રહ્યો હતો. ત્યારે છેલ્લા 6 મહિનાથી પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે કામ કરી રહી હતી. હાલ લાલુ જાલીમને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે.

lalu jalim 3 ગુજસીટોકનો આરોપી લાલુ જાલિમ ઉત્તરપ્રદેશથી ઝડપાયો

આરોપીના નામ : અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંગ રાજપૂત – નિકુંજ ઉમેશભાઈ ચૌહાણ

પોલીસ દ્વારા લાલુ જાલીમની જ્યારે શોધખોળ કરવામાં આવતી હતી. ત્યારે તેના મૂળ વતન ઉત્તરપ્રદેશના જૌનપુર જીલ્લામાં તપાસ કરતા લાલુ જાલીમ મળી ન આવતા અલગ જીલ્લામાં શોધખોળ ચલાવવામાં આવી હતી. ત્યારે ઉત્તરપ્રદેશના વારાણસીમાં થી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા લાલુ જાલીમ અને નિકુંજની વારાણસીથી ધરપકડ કરવામાં આવી છે. આ બંનેને સુરત ખાતે લઇ આવતા પોલીસે માહિતી આપવામાં આવી હતી. લાલુ જાલીમ સામે પોલીસમાં 24 જેટલા ગુનાઓ નોંધાયેલા ચે જ્યારે નિકુંજ ઉપર 15 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલુ અને નિકુંજની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તેમના 20 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

sago str ગુજસીટોકનો આરોપી લાલુ જાલિમ ઉત્તરપ્રદેશથી ઝડપાયો