Not Set/ હૈતીનાં રાષ્ટ્રપતિની અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી કરી હત્યા

હૈતીનાં રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસે પર અજાણ્યા લોકોએ તેમના ખાનગી નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી હતી. દેશનાં વચગાળાનાં વડા પ્રધાને બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

Top Stories World
1 9 હૈતીનાં રાષ્ટ્રપતિની અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી કરી હત્યા

હૈતીનાં રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસે પર અજાણ્યા લોકોએ તેમના ખાનગી નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી હતી. દેશનાં વચગાળાનાં વડા પ્રધાને બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. વચગાળાનાં વડા પ્રધાન ક્લોડ જોસેફે કહ્યું કે, મોઇસેની પત્ની, ફર્સ્ટ લેડી માર્ટિની મોઇસેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોસેફે આ “ઘૃણાસ્પદ, અમાનવીય અને ઘાતકી કૃત્ય” ની નિંદા કરી અને કહ્યું કે હૈતીની નેશનલ પોલીસ અને અન્ય અધિકારીઓ કેરેબિયન દેશની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ જાળવી રહ્યા છે. 1.1 કરોડથી વધુ વસ્તીવાળા દેશમાં, મોઇસેનાં શાસન હેઠળ સતત અસ્થિરતા અને ગુસ્સો વધી રહ્યો હતો.

1 10 હૈતીનાં રાષ્ટ્રપતિની અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી કરી હત્યા

Pride of Gujarat / કેન્દ્રમાં છવાયું ગુજરાત, નવા ત્રણ ચહેરા સાથે કુલ 7 સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન

હૈતીનાં રાષ્ટ્રપતિ જોવેલ મોઇસની હત્યાનાં સમાચારથી સમગ્ર વિશ્વ ચોંકી ગયુ છે. એએફપી ન્યૂઝ એજન્સી અનુસાર હુમલાખોરોએ તેમના ઘરે ઘૂસીને આ હુમલો કર્યો હતો. આ અંગે હૈતીનાં વચગાળાનાં વડાપ્રધાન ક્લોડે જોસેફે જણાવ્યું કે, આ ઘટના બુધવારે બની છે. રાજધાનીમાં ગ્રુપ વચ્ચે હિંસા વધતાં તાજેતરનાં મહિનાઓમાં દેશમાં તણાવ પ્રવર્તે છે. વડા પ્રધાને કહ્યું કે, કેટલાક અજાણ્યા લોકો હતા, જેમાંથી કેટલાક સ્પેનિશમાં બોલતા હતા, તેઓએ રાષ્ટ્રપતિનાં ખાનગી નિવાસ પર હુમલો કર્યો હતો અને તેમને ઘાતક ઇજા પહોંચાડી હતી. તેમણે કહ્યું કે, આ હુમલામાં રાષ્ટ્રપતિની પત્નીને પણ ગોળી વાગી છે, પરંતુ તેમનો જીવ બચી ગયો છે.

કેબિનેટ વિસ્તરણ / એક પછી એક નવા મંત્રીઓને રાષ્ટ્રપતિ અપાવી રહ્યા છે પ્રધાન પદના શપથ

હૈતીની રાજધાનીમાં થોડા દિવસો પહેલા એક મુખ્ય રસ્તા પર ગોળીબારમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થઇ હતી. આ મૃતકોમાં એક પત્રકાર અને રાજકીય કાર્યકર્તા પણ હતા. રાષ્ટ્રીય પોલીસ વડા લિયોન ચાર્લ્સે બુધવારે કહ્યું હતું કે, આ ગોળીબાર ત્યારે થઇ જ્યારે કેટલાક કલાકો પહેલા જ અસંતુષ્ટ પોલીસ અધિકારીઓનાં એક ગ્રુપનાં પ્રવક્તાની તેજ વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. વધુ સારી પરિસ્થિતિની માંગ કરતા હૈતી પોલીસે રવિવારે સૈન્ય મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેમાં બે સૈનિકો માર્યા ગયા અને 12 થી વધુ સૈનિકો ઘાયલ થયા. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી.

1 11 હૈતીનાં રાષ્ટ્રપતિની અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી કરી હત્યા

રાજકીય / જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર: મોદી કેબિનેટમાં મળી એન્ટ્રી, જાણો કયુ મંત્રાલય મળી શકે છે.

પરિસ્થિતિને જોતા સરકારે આગામી કાર્નિવલ કાર્યક્રમ રદ કરી દીધો છે. રવિવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં સરકારે કહ્યું કે, “આ ચિંતા અને નિરાશાની સાથે પોર્ટ- ઓ-પ્રિન્સ મેટ્રોપોલિટન વિસ્તારનાં કેટલાક ભાગોમાં આતંક ફેલાયો છે. રક્તસ્રાવ ટાળવા માટે, કાર્નિવલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”