Not Set/ હળવદ/ હરિકૃષ્ણએ ધારણ કર્યા ત્રિરંગા વસ્ત્રો, આરતીના સ્થાને ગાયું રાષ્ટ્રગીત

મંદિરોમાં પણ હવે દેશદાઝ અને દેશ ભક્તિ જોવા મળી રહ્યા છે. વિવિધ મંદિરોમાં ભગવાને પણ ત્રિરંગા પોષક પહેરાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં હળવદ ખાતે હરિકૃષ્ણ મહારાજને ત્રિરંગો પોષાક  પહેરાવીને ભક્તો દ્વારા અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભક્તિની સાથે દેશભક્તિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતુ. હળવદ માળીયા હાઈવે પર રણજીત ગઢ […]

Gujarat Others
અમીરગઢ 1 હળવદ/ હરિકૃષ્ણએ ધારણ કર્યા ત્રિરંગા વસ્ત્રો, આરતીના સ્થાને ગાયું રાષ્ટ્રગીત

મંદિરોમાં પણ હવે દેશદાઝ અને દેશ ભક્તિ જોવા મળી રહ્યા છે. વિવિધ મંદિરોમાં ભગવાને પણ ત્રિરંગા પોષક પહેરાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં હળવદ ખાતે હરિકૃષ્ણ મહારાજને ત્રિરંગો પોષાક  પહેરાવીને ભક્તો દ્વારા અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભક્તિની સાથે દેશભક્તિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતુ.

હળવદ માળીયા હાઈવે પર રણજીત ગઢ પાસે આવેલા નિલકંઠ વર્ણી શ્રી હરિ કૃષ્ણ મહારાજને ત્રિરંગા વસ્ત્રો ધારણ કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર દેશ જ્યારે દેશભક્તિના રંગે રંગાયો છે ત્યારે આજે હરિકૃષ્ણ ધામ ખાતે શ્રી હરિ કૃષ્ણ મહારાજને તિરંગા વસ્ત્રો સાથે સવારની આરતીમાં રાષ્ટ્ર ગીત ગાઈને તમામ ઉપસ્થિત હરિભક્તોમાં દેશદાઝ ઉદ્ભવે તેવો હરિકૃષ્ણ ધામના પુ.ભક્તિ હરિદાસજી સ્વામી, કોઠારી સ્વામી સહિતના સ્વામીજીએ પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.