Not Set/ કેશોદ/ દિવ્યાંગ કેમ્પના નામે દીવ્યાંગોની જ ઉડાવી મજાક, મેડીકલ ઓફીસર, અધિકારીઓ ગેરહાજર

સરકાર નાગરિકોની સુવિધા માટે નિત નવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. પરંતુ સરકારી વિભાગો તથા સરકારી અધિકારીઓ માત્ર રેકર્ડ પર કામગીરી બતાવવા ખાતર જ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવા કિસ્સા અવારનવાર  સામે આવતા હોય છે. હાલમાં જ રાજકોટના કેશોદ ખાતે દિવ્યાંગો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુઆઈડી કાર્ડ માટે આ […]

Gujarat Others
carnival 2019 3 કેશોદ/ દિવ્યાંગ કેમ્પના નામે દીવ્યાંગોની જ ઉડાવી મજાક, મેડીકલ ઓફીસર, અધિકારીઓ ગેરહાજર

સરકાર નાગરિકોની સુવિધા માટે નિત નવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. પરંતુ સરકારી વિભાગો તથા સરકારી અધિકારીઓ માત્ર રેકર્ડ પર કામગીરી બતાવવા ખાતર જ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવા કિસ્સા અવારનવાર  સામે આવતા હોય છે. હાલમાં જ રાજકોટના કેશોદ ખાતે દિવ્યાંગો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુઆઈડી કાર્ડ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ  ખાતે દીવ્યંગો માટે મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર સુદૂર ના વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં વિકલાંગ આ કેમ્પનો લાભ લેવા માટે આવ્યા હતા. પંરતુ સરકારી કર્મચારીગણ, મેડીકલ ઓફિસર કે અન્ય કોઈ અધિકારી કોઈ જ ત્યાં ફરક્યું સુધ્ધા નહિ. 400 જેટલા વિકલાંગોને બપોર સુધી જ્યાં ત્યાં રઝળવાનો વારો આવ્યો હતો.

જીલ્લાની સમાજ સુરક્ષા કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  તંત્ર તો એકબીજાને ખો આપી ને પોતાની જવાબદારી માંથી છટકી ગયું, પરંતુ 400 વિકલાંગો ને બપોર સુધી રઝળવું પડ્યું હતું, અને પવીલે મોએ પાછા જવાનો વારો આવ્યો હતો. જેને લઈને વિક્લાન્ગોમાં રોષ ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.