Not Set/ વિકલાંગતા શિયાળામાં વકરશે, હેરાનગતિ અટકાવવા આટલા ઉપાયો કરો

ભારતમાં ૧૨ કરોડ લોકો કોઈને કોઈ પ્રકારની વિકલાંગતાનો શિકાર બનેલ છે. જે પૈકી ૪૧ ટકા લોકો શારિરીક રીતે વિકલાંગ છે. આ સાથે જ જીવન શૈલી સાથે જોડાયેલ બિમારઓ  શિયાળામાં નવી સમસ્યાઓ સર્જતી હોય છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનાં મહાસચિવ કેકે અગ્રેવાલનાં જણાવ્યા મુજબ હાર્ટને લગતી બિમારીઓ, પ્રેશર, વધારે પડતુ વજન, ડાયાબિટીસ, સ્ટ્રોક અને આર્થરાઈટ જેવી બિમારીઓ […]

Health & Fitness
pexels photo 267205 વિકલાંગતા શિયાળામાં વકરશે, હેરાનગતિ અટકાવવા આટલા ઉપાયો કરો

ભારતમાં ૧૨ કરોડ લોકો કોઈને કોઈ પ્રકારની વિકલાંગતાનો શિકાર બનેલ છે. જે પૈકી ૪૧ ટકા લોકો શારિરીક રીતે વિકલાંગ છે. આ સાથે જ જીવન શૈલી સાથે જોડાયેલ બિમારઓ  શિયાળામાં નવી સમસ્યાઓ સર્જતી હોય છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનાં મહાસચિવ કેકે અગ્રેવાલનાં જણાવ્યા મુજબ હાર્ટને લગતી બિમારીઓ, પ્રેશર, વધારે પડતુ વજન, ડાયાબિટીસ, સ્ટ્રોક અને આર્થરાઈટ જેવી બિમારીઓ દેશમાં અત્યારે વિકલાંગતાનું મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને બેઠાડુ જીવન જીવતા લોકોને તેમની અનિયમીત જીવન શૈલીને કારણે વિકલંગાતાની શક્યતા વધી જતી હોય છે. જેથી આ પ્રકારની સમસ્યા સર્જાય તે પહેલા તેને રોકવામાં આવે તે જરૂરી બની જવા પામ્યુ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ પ્રકારની સમસ્યાઓને ટાળવા માટે યોગ્ય પૌષ્ટીક ખોરાક લેવો, નિયમીત કસરત કરવી, પુરતી ઉંઘ લેવી, સુર્યપ્રકાશમાં બને તેટલુ વધારે સમય પસાર કરવો, શારિરીક ગતિવીધીઓમાં ભાગ લેવો અને બને ત્યાં સુધી સ્ટ્રેશને તમારા પર હાવી થતા અટકાવો જરૂરી બની જાય છે. હેલ્થને લગતી સામાન્ય જાગૃતતા તમને કાયમી માટે વિકલાંગ થતા અટકાવી શકે છે. ખોરક અને જીવન શૈલીમાં જા થોડુ ધ્યાન રાખશો તો આ પ્રકારની સસ્યાઓથી કાયમી મુક્તી મેળવી શકાય છે.

એક સંશોધનમાં એ બાબત પણ સામે આવી છે કે શારિરીક ગતિવીધીઓના અભાવે લગભગ ૭૪ ટકા શહેરી ગંભીર પ્રકારનાં રોગો થવાની શક્યતા વધી જતી હોય છે. આ પ્રકારની બિમારીઓને ટાળવા માટે નિયમીત શારિરીક કસરત કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે શારિરીક પ્રવૃતીઓ જ રોગપ્રતિકારક શક્તિઓમાં વધારો કરે છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રીત કરે છે અને વજન વધતુ પણ અટકાવે છે. એટલુ જ નહી માનસિક તણાવને પણ અટકાવે છે.