firozpur/ પાકિસ્તાનનું 3 વર્ષનું બાળક ભારતમાં ઘૂસ્યું, પછી…

ઘટના  ફિરોઝપુર સેક્ટરની છે. BSFએ જણાવ્યું કે 1 જુલાઈએ સાંજે લગભગ 7.15 વાગ્યે, BSF જવાનોને એક 3 વર્ષનો બાળક બોર્ડર પાસે ફરતો જોવા મળ્યો.

Top Stories India
ઘૂસી ગયો પાકિસ્તાનનું 3 વર્ષનું બાળક ભારતમાં ઘૂસ્યું,

ભારત-પાકિસ્તાન બોર્ડર પર અકે અનોખુ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં પાકિસ્તાનનો એક 3 વર્ષનો બાળક ભૂલથી ભારતમાં ઘૂસી ગયો હતો, જેને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પાકિસ્તાની રેન્જર્સને સોંપવામાં આવ્યો છે. BSFએ કહ્યું કે આ બાળક ભૂલથી ભારતના સરહદી વિસ્તારમાં ઘુસી ગયો હતો. તપાસ બાદ બાળકને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યું હતું.

મામલો ફિરોઝપુર સેક્ટરનો છે. BSFએ જણાવ્યું કે 1 જુલાઈના રોજ સાંજે લગભગ 7.15 વાગ્યે, BSF જવાનોને એક 3 વર્ષનો બાળક બોર્ડર પાસે ફરતો જોવા મળ્યો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ બાળક પાકિસ્તાનનો છે અને ભારતીય સરહદમાં ઘુસ્યો છે. જો કે બાળક વધારે બોલતો ન હતો. બીએસએફે તેને કસ્ટડીમાં રાખ્યો અને માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું.

સદ્ભાવના અને માનવતાના ધોરણે બાળકને સોંપેલ

BSF અધિકારીઓએ જણાવ્યું કે આ અજાણતા ક્રોસિંગનો મામલો હોવાથી પાક રેન્જર્સનો સંપર્ક કર્યો અને લગભગ અઢી કલાક પછી એટલે કે 9.45 વાગ્યે પાકિસ્તાની બાળકને સદ્ભાવના અને માનવતાના ધોરણે પાક રેન્જર્સને સોંપવામાં આવ્યું. BSFએ કહ્યું કે જે લોકો અજાણતામાં સરહદ પાર કરે છે તેમના માટે હંમેશા માનવીય અભિગમ અપનાવવામાં આવે છે.

BSF પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખી રહ્યું છે

જણાવી દઈએ કે BSF સરહદ પર સતત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ ડ્રોન ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમની સેના અને આતંકવાદીઓ ISIના કહેવા પર ડ્રોન દ્વારા હથિયારો, ડ્રગ્સ અને સ્ટીકી બોમ્બ મોકલવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનના આ પગલાને નિષ્ફળ બનાવવા માટે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આંતરરાષ્ટ્રીય બોર્ડર અને LOC પર મોબાઈલ હંટિંગ ટીમ તૈનાત કરી છે.

Maharashtra Politics/ ‘મારા પર પણ દબાણ, મને ગુવાહાટી જવાની ઓફર આવી હતી’ :EDની પૂછપરછ બાદ સંજય રાઉત