Frestival/ દિવાળી, કાર્તિક પૂર્ણિમા અને દેવ ઉઠી એકાદશી કઈ તારીખે આવે છે, આવો જાણીએ શુભ મુહુર્ત

હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં કરવ ચોથ પછી દિવાળી આવશે, છઠ પૂજા અને કાર્તિક પૂર્ણિમા જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ દિવસોમાં કરવામાં આવતા શુભ કાર્યો ધર્મ લાભ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. 4 નવેમ્બર બુધવારે મહિલાનો ઉત્સવ એટલે કે કરવા ચોથ છે.  આ દિવસે, મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે  […]

Dharma & Bhakti Navratri 2022
Diwali peacock and Ganesh rangoli દિવાળી, કાર્તિક પૂર્ણિમા અને દેવ ઉઠી એકાદશી કઈ તારીખે આવે છે, આવો જાણીએ શુભ મુહુર્ત

હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં કરવ ચોથ પછી દિવાળી આવશે, છઠ પૂજા અને કાર્તિક પૂર્ણિમા જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ દિવસોમાં કરવામાં આવતા શુભ કાર્યો ધર્મ લાભ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે.

Diwali Festival India | What Is Diwali Festival | Festival of Diwali 2019

4 નવેમ્બર બુધવારે મહિલાનો ઉત્સવ એટલે કે કરવા ચોથ છે.  આ દિવસે, મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે  અને  સારા સ્વાસ્થ્ય અને સુખી ભાવિ માટે વ્રત રાખે છે. મહિલાઓ આ દિવસે ચોથ માતાની પૂજા કરે છે.

શનિવાર 7 નવેમ્બર, અને રવિવાર 8 નવેમ્બરને પુષ્ય નક્ષત્ર હશે. આ દિવસોમાં ખરીદી માટે વિશેષ મહત્વ છે. પુષ્ય નક્ષત્રમાં સોના, ચાંદી, વાહનો, અને અન્ય આવશ્યક ચીજો ખરીદી શકાય છે.

11 મીને બુધવારે રમા એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત કરવાની પરંપરા છે.

Diwali, Indian Festival of Lights | Diwali festival of lights, Festival  lights, Hindu festival of lights

દીપોત્સવ 12 નવેમ્બર, ગુરુવારના રોજ ધનતેરસ છે. 13 મીએ કાળી ચોદ્શ અને 14 ને દીપાવલી, 15 ના રોજ ગોવર્ધન પૂજન અને ગુજરાતી નવું વર્ષ અને 16 નવેમ્બરે ભાઈ બીજની ઉજવણી કરવામાં આવશે. આ દિવસોમાં દેવી લક્ષ્મીજી, ધન્વંતરી, કુબેર દેવ, ગોવર્ધન પાર્વત, યમરાજા તેમજ ગણેશ, દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ, શિવજીની વિશેષ પૂજા કરવી જોઈએ.

Chhath Puja Prasad Are Beneficial For Health Know The Reasons And  Importance Behind It

18 ના બુધવારે વિનાયકી ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. આ તારીખથી છઠ પૂજા પર્વનો ઉપવાસ શરૂ થશે. ગણેશજીની સાથે સૂર્યદેવની વિશેષ પૂજા કરો. 20 નવેમ્બર, શુક્રવારના રોજ સૂર્યપૂજા મહાપર્વ છઠ પૂજા છે. આ દિવસે સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.

Weddings Will Begin With TULSI VIVAH - जानिए क्यों सुनाई नहीं दे रही थी  शादी की शहनाई | Patrika News

દેવઉઠી એકાદસી 25 નવેમ્બર, બુધવારે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે. આ દિવસે તુલસી અને શાલીગ્રામના વિવાહ પણ યોજવામાં આવે છે. જેને સામાન્ય રીતે તુલસી વિવીઃ કહેવામાં આવે છે.

ચાતુર્માસ 26 નવેમ્બર, ગુરુવારે સમાપ્ત થશે. દેવ ઉઠી એકાદશીથી ચાતુર્માસ માસ પૂરો થાય છે અને બધી શુભ  ક્રિયાઓ શરૂ થાય છે.

30 નવેમ્બર સોમવારે કાર્તિક મહિનાની પૂર્ણિમા છે. આ દિવસે ગુરુનાનક જયંતી પણ ઉજવવામાં આવે છે.