Not Set/ હાર્દિક પંડ્યાના ભોજન પર કાગડાઓનો હુમલો, પાવરી હો રહી હૈ અંદાજમાં ક્રિકેટરે બનાવ્યો વીડિયો

હકીકતમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં કાગડાઓનું એક ઝુંડે હાર્દિક પંડ્યાના ભોજન પર તૂટી પડ્યા છે અને પ્લેટમાં સજેલી થાળીને કાગડાઓ ઝડપથી ખાઇ રહ્યા છે

Sports
hardik હાર્દિક પંડ્યાના ભોજન પર કાગડાઓનો હુમલો, પાવરી હો રહી હૈ અંદાજમાં ક્રિકેટરે બનાવ્યો વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણાં બધા વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી ઘણાં બધા વીડિયો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે જોડાયેલા હોય છે. આ વીડિયોમાં મોટાભાગના પક્ષી કોઇને કોઇ અનોખી હરકત કરતા નજરે પડે છે. આવો જ એક વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે ભારતીય ક્રિકેટર ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે જોડાયેલો છે.

હકીકતમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં કાગડાઓનું એક ઝુંડે હાર્દિક પંડ્યાના ભોજન પર તૂટી પડ્યા છે અને પ્લેટમાં સજેલી થાળીને કાગડાઓ ઝડપથી ખાઇ રહ્યા છે. દરમિયાન તેની પર હાર્દિકની નજર પડી અને તેમણે ઘણાં જ ખાસ અંદાજમાં આનો એક વીડિયો બનાવીને પોતાના ફેન્સની સાથે શેર કર્યો છે.

તમે કેટલાક દિવસો પહેલા જ ‘પોરી હો રહી હૈ’ વાળા વાયરલ વીડિયોને જરુર જોયો હશે.  જેમાં એક પાકિસ્તાની છોકરી પોતાના ખાસ અંદાજમાં લોકોને જણાવ્યું કે પોતાના દોસ્તોની સાથે પાર્ટી કરી રહી છે. તેનો આ વીડિયો ખુબ વાયરલ થયો હતો. અને ત્યારથી જ ઘણાં લોકોએ આ જ પ્રકારનો વીડિયો બનાવ્યો છે. હવે આ સ્ટાઇલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ વીડિયો બનાવ્યો છે.

પાંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે.  જેમાં તે બતાવતા નજરે પડી રહ્યા છે કે કેવીરીતે કાગડાઓનું ઝુંડે તેમના ખાવા પર એટેક કરી દીધો છે. હાર્દિકના એક વીડિયોમાં તેમની પત્ની પણ નજરે પડી રહી છે. હાર્દિક વીડિયોમાં કહે છે, “આ નતાશા છે, આ હું છું, આ અમારો ગાર્ડન છે અને ત્યાં પાર્ટી ચાલી રહી છે” વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે કાગડા બિલકુલ બેફિકર થઇને મસ્તીથી પ્લેટમાં રહેલુ ખાવાનું ખાઇ રહ્યા છે.

હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. કેટલાક લોકોએ કહ્યું કે કાગડાઓની પાર્ટી થઇ ગઇ.