Cricket/ T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાનાં આ બેટ્સમેને ફટકારી ધમાકેદાર બેવડી સદી

ટ્રેવિસ હેડની ઈનિંગ જેમ-જેમ આગળ વધતી ગઈ તેમ આ બેટ્સમેને તમામ રેકોર્ડ પોતાના નામે કર્યા. લિસ્ટ-એ ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારનાર તે ત્રીજો ખેલાડી બન્યો છે.

Sports
ટ્રેવિસ હેડ

ઓસ્ટ્રેલિયામાં એક થી એક શાનદાર ખેલાડીઓ હાજર છે. પછી ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે કે નહીં, તેઓ તેમની હાજરી અનુભવવા અને પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાની કોઈ તક ગુમાવતા નથી. લેટેસ્ટ નામ 27 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડનું સામે આવ્યુ છે.

ટ્રેવિસ હેડ

આ પણ વાંચો – Cricket / BCCI એ T20 વર્લ્ડ કપની ટીમમાં કર્યા ફેરફાર, આ ખેલાડીએ અક્ષર પટેલની જગ્યાએ ટીમમાં પ્રવેશ કર્યો

આ ધમાકેદાર બેટ્સમેન અને સાઉથ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટને ઓસ્ટ્રેલિયાની વનડે ટૂર્નામેન્ટ (લિસ્ટ-એ) માર્શ કપમાં ધમાકેદાર ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા છે. તેણે આ વનડે મેચમાં બેવડી સદી ફટકારી હતી અને એકલા હાથે વિરોધી ટીમ (ક્વીન્સલેન્ડ) ને હરાવી હતી. માર્શ કપની બીજી વનડેમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડની ટીમે એડિલેડનાં મેદાન પર સામ-સામે હતી. વરસાદથી પ્રભાવિત આ મેચની ઓવરને ઘટાડીને 48-48 ની કરવામાં આવી હતી. મેચમાં સાઉથ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટ્રેવિસ હેડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને જ્યારે તે પોતે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે સાબિત કર્યું કે તેનો બેટિંગ કરવાનો નિર્ણય કેટલો સાચો હતો. એલેક્સ કેરી (12) નાં રૂપમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી જ્યારે તેનો સ્કોર 22 રન હતો. તે પછી ટ્રેવિસ હેડનો કહેર શરૂ થયો અને આ કેપ્ટને 65 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે શાનદાર છક્કા સાથે પોતાની સદી ફટકારી હતી. તે પછી, તેણે આગલા સો રન માત્ર 49 બોલમાં પૂરા કર્યા અને બેવડી સદી ફટકારવાનું અદભૂત કામ કર્યું. ટ્રેવિસ હેડે 127 બોલમાં 230 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 28 ચોક્કા અને 8 છક્કા સામેલ હતા. દરમિયાન, તેણે ઓપનર જેક વેદરલ્ડ (97 રન) સાથે બીજી વિકેટ માટે 244 રનની ભાગીદારી પણ કરી હતી. આલમ એ હતો કે તેની ટીમ 7 ખેલાડીઓનાં ડબલ ફિગરને પણ પાર કરી શકી નહોતી, છતાં તેણે 48 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 391 રન બનાવ્યા હતા.

ટ્રેવિસ હેડ

આ પણ વાંચો – IPL 2021 / ભારતીય ટીમનો હિસ્સો બનશે અવેશ ખાન, શાનદાર બોલિંગનું મળ્યું ફળ

ટ્રેવિસ હેડની ઈનિંગ જેમ-જેમ આગળ વધતી ગઈ તેમ આ બેટ્સમેને તમામ રેકોર્ડ પોતાના નામે કર્યા. લિસ્ટ-એ ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારનાર તે ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા તેણે 2015 માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે માર્શ કપમાં 202 રન બનાવ્યા હતા. આ સિવાય તે આવું કરનાર ઇતિહાસમાં પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ બની ગયો છે. આ કડીમાં તેણે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર ભારતનાં રોહિત શર્માની અને ઈંગ્લેન્ડનાં અલી બ્રાઉનની બરાબરી કરી છે. હેડની ઇનિંગ્સ ડાર્સી શોર્ટ (257) ની ઐતિહાસિક ઇનિંગ બાદ માર્શ કપનાં ઇતિહાસમાં બીજા ક્રમે સર્વોચ્ચ સાબિત થઇ હતી. સાઉથ ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિડ હેડનાં આધારે મોટી જીત નોંધાવી. તેમની ટીમે ક્વીન્સલેન્ડને 40.3 ઓવરમાં 312 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને 67 રનથી જીત મેળવી હતી. ટ્રેવિસ હેડની આ ઇનિંગ લાંબા સમય સુધી યાદ રહેશે અને પસંદગીકારોએ પણ હવે તેના પર ધ્યાન આપવું પડશે. તેણે પોતાની છેલ્લી વનડે 2018 માં હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. જે બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે ફરી પાછો આવી શક્યો ન હતો.