Gujarat Election/ ડેમેજ કંટ્રોલ કરવા ગયેલા હર્ષ સંઘવીને નારાજ નેતાઓ મળ્યા નહીં, જાણો સંઘવીએ શું કહ્યું…

ભાજપે એકસાથે 160 ઉમેદવારોના નામ એક સાથે જાહેર કર્યા હતા એમા કેટલાક દિગ્ગજોની ટિકિટ કાપી નાંખી હતી જેના લીધે વિરોધ વંટોળ હાલ ખુબ જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat
5 17 ડેમેજ કંટ્રોલ કરવા ગયેલા હર્ષ સંઘવીને નારાજ નેતાઓ મળ્યા નહીં, જાણો સંઘવીએ શું કહ્યું...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે એકસાથે 160 ઉમેદવારોના નામ એક સાથે જાહેર કર્યા હતા એમા કેટલાક દિગ્ગજોની ટિકિટ કાપી નાંખી હતી જેના લીધે વિરોધ વંટોળ હાલ ખુબ જોવા મળી રહ્યો છે. કેટલાક ધારાસભ્યો પણ નારાજ હોવાનું બહાર આવ્યું છે.આ પરિસ્થિતિને થાળે પાડવા માટે એટલે કે ડેમેજ કંટ્રોલ કરવા માટે ટોચના નેતાઓને જવાબદારી સોંપી છે. ધારાસભ્યો અને કાર્યકરોને મનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.ભાજપના હર્ષ સંઘવી પણ નારાજ ધારાસભ્યો ને માનાવવા માટે વડોદરા પહોંચયા હતા  પરતું નેતાઓ તેમને મળ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે વડોદરાની બેઠક પર ટિકિટ મુદ્દે આંતરિક વિવાદ વધતો જઈ રહ્યા છે. વાઘોડિયા, કરજણ, પાદરામાં આ વિવાદ સામે આવતા હર્ષ સંઘવી નેતાઓને મનાવવા પહોંચ્યા હતા. અહીં તેઓ આંતરિક વિખવાદ અને મતભેદ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવા મુલાકાત કરવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન નારાજ નેતાઓએ બહાના બનાવીને તેમને મળવાનું ટાળ્યું હોવાની માહિતી મળી રહી છે. જેના પગલે હર્ષ સંઘવીને પણ આ પસંદ ન આવ્યું  હોવાની વાત સામે આવી છે.

ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા. જોકે નારાજ નેતાઓએ વિવિધ કારણોસર મુલાકાત શક્ય ન હોવાનું કહી દેતા હર્ષ સંઘવી પણ નારાજ થયા હતા.હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભાજપ આપણી માતા સમાન છે. પાર્ટીએ જ નામ બનાવ્યું છે અને લોકોની સેવા કરવાની તક આપી છે. આપણી ઓળખ ભાજપના કારણે જ છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.