Not Set/ ગળામાં બોલ ફસાઈ જતા સાત મહિનાના બાળકનું મોત, આઘાત લાગતા નાનાને પણ આવ્યો હાર્ટએટેક

કરનાલ હરિયાણાના કરનાલ શહેરમાં બુધવારે એક દર્દનાક કિસ્સો બન્યો હતો. પુરેવાલ કોલોનીમાં ગલીમાં રમતા એક સાત મહિનાના બાળકના ગળામાં બોલ ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ બાળકના મૃત્યુના સદમાને લીધે તેના નાનાને પણ હાર્ટએટેક આવ્યો અને મોતને ભેટ્યા હતા. મૃતક બાળકનું નામ મોહિત છે. પૂરેવાલ કોલોનીમાં રહેતા મોહિત તેની માતા સાથે ૫૦ વર્ષીય નાના […]

India
google ai predict death artificial intelligence 1 ગળામાં બોલ ફસાઈ જતા સાત મહિનાના બાળકનું મોત, આઘાત લાગતા નાનાને પણ આવ્યો હાર્ટએટેક

કરનાલ

હરિયાણાના કરનાલ શહેરમાં બુધવારે એક દર્દનાક કિસ્સો બન્યો હતો. પુરેવાલ કોલોનીમાં ગલીમાં રમતા એક સાત મહિનાના બાળકના ગળામાં બોલ ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ બાળકના મૃત્યુના સદમાને લીધે તેના નાનાને પણ હાર્ટએટેક આવ્યો અને મોતને ભેટ્યા હતા.

મૃતક બાળકનું નામ મોહિત છે. પૂરેવાલ કોલોનીમાં રહેતા મોહિત તેની માતા સાથે ૫૦ વર્ષીય નાના જોગીન્દરને ઘરે મળવા જઈ રહ્યો હતો.

સાત મહિનાનો મોહિત રમતા-રમતા એક નાનો બોલ પોતાના મોઢામાં નાખી દીધો જેના લીધે આ બોલ ગળામાં ફસાઈ ગયો હતો. ઘટનાની ખબર પડતા બધાએ મોઢામાંથી બોલને કાઢવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તે નાકામયાબ રહ્યા.

ત્યારબાદ કવિતા મોહિતને લઈને હોસ્પિટલ ગઈ પરંતુ ત્યાં પણ બોલ તેન અમોધામાંથી નીકળી ન શક્યો. સારવાર દરમ્યાન જ સાત મહિનાના મોહિતનું મોત નીપજ્યું હતું.

પરિવારના સદસ્યોએ જણાવ્યું કે જયારે આ વાત મોહિતના નાનાને ખબર પડી ત્યારે તેમને આઘાત લાગ્યો હતો અને જેના લીધે હાર્ટએટેક આવતા તેમનું પણ મોત થઇ ગયું હતું.