લાઠીચાર્જ/ ભાજપની બેઠકનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસે કર્યો લાઠીચાર્જ

ટોલ પ્લાઝા  પાસે પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ પોલીસે  લાઠીચાર્જ શરૂ કર્યો હતો .જેમાં અનેક ખેડૂતો ઘાયલ  થયા છે

India
farmer 1 ભાજપની બેઠકનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસે કર્યો લાઠીચાર્જ

આજે ભાજપે એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું  જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપના ધારાસભ્ય અને મંત્રી ઓપી ધનખાર પહોંચ્યા હતા. બીજી તરફ બસ્તારા ટોલ પ્લાઝા પર ખેડૂતો ભેગા થયા અને સભાનો વિરોધ કરવાની રણનીતિ બનાવી. જે બાદ ખેડૂતો પર ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને અનેક ખેડૂતો ઘાયલ થયા હતા.

ખેડૂતોએ રાતે જ ભાજપની ખાસ બેઠકનો વિરોધ કરવા આહ્વાન આપ્યું હતું. પોલીસે ચોવીસ કલાક પહેલા સુરક્ષા બનાવી હતી, બેરિકેડ લગાવ્યા હતા. પોલીસે કરનાલને સુરક્ષા છાવણીમાં તબદીલ કરી હતી  બધા ખેડૂતો બસ્તારા ટોલ પ્લાઝા પર એકઠા થયા  અને   સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવા લાગ્યાં , એક કે બે વાહનો રોકવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો જેમાં  ભાજપના નેતા હતા ત્યારબાદ ખેડૂતોએ હાઇવે જામ કરી દેતાં પ્રશાસનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ટોલ પ્લાઝા  પાસે પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ પોલીસે  લાઠીચાર્જ શરૂ કર્યો હતો .જેમાં અનેક ખેડૂતો ઘાયલ  થયા છે,તે છંતા ખેડૂતોએ સરકાર અને વહીવટ તંત્ર સામે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. છે. ખેડૂતોનું કહેવું છે કે વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો હતો, તો પછી પોલીસે લાઠીચાર્જ કેમ કર્યો.