Technology/ આ જગ્યાએ વાઈ ફાઈ રાઉટર રાખવાથી ઘટે છે સ્પીડ ઘટે છે, જાણીલો તમે પણ….

વાઈ ફાઈ રાઉટરની વચ્ચે કોઈ અવરોધ ન આવતો હોય તેવી જગ્યાએ તેને રાખવું જોઈએ.

Tech & Auto
Untitled 12 આ જગ્યાએ વાઈ ફાઈ રાઉટર રાખવાથી ઘટે છે સ્પીડ ઘટે છે, જાણીલો તમે પણ....

આજે ઇન્ટરનેટ દરેક વ્યક્તિની જીવન જરૂરીયાત વસ્તુ બની ગઈ છે. ક્યારેક સ્લો ચાલતું ઇન્ટરનેટ લોકોને ગુસ્સો અપાવે છે તો ક્યારેક ઇન્ટરનેટ વગર માણસ એક મિનિટ પણ રહી શકતો નથી. આજે દરેક ઘરમાં ઈન્ટરનેટ કનેક્શન માટે વાઈ ફાઈ રાઉટર ખૂબ જ અગત્યનું ડિવાઈસ છે. તમે જોયું જ હશે કે ઘણાં લોકોનાં ઘરમાં તે સારી રીતે કામ કરતું હશે જ્યારે અમુક લોકોને ત્યાં તેના કનેક્શન અને સિગ્લનને લઈને સતત ફરિયાદો રહેતી હશે.

સામાન્ય રીતે લોકો ખોટી જગ્યાએ રાઉટર રાખવાને કારણે આવી સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે જાણી લો વાઈ ફાઈ રાઉટરની બેસ્ટ પોઝિશન વિશે. વાઈ ફાઈ રાઉટરની વચ્ચે કોઈ અવરોધ ન આવતો હોય તેવી જગ્યાએ તેને રાખવું જોઈએ. ક્યારેક લોકો ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે ઉંચી જગ્યાએ જવાનું યોગ્ય માને છે પરંતુ શું તમે જાણો છો જમીન કે માળ પર રાખવાથી વાઈ ફાઈ રાઉટરથી મળતી સ્પીડ પર મેટલ કે કોંક્રીટ જેવી દિવાલોની આડશની અસર થાય છે. અને ઈન્ટરનેટની સ્પીડમાં ઘટાડો થાય છે અથવા સિગ્નલ બરાબર મળતા નથી.

કોઈ ઘરમાં રાઉટર પુસ્તકો વચ્ચે દબાયેલું હોય છે, તો ક્યાંક તે ટીવી કે કમ્પ્યૂટરની બાજુમાં દેખાય પણ નહીં એવી રીતે પડયું હોય છે.આમ લોકોના ઘરમાં રાઉટરની વચ્ચે અનેક પ્રકારની આડશો આવતી હોય છે. જેથી કરીને તેની સ્પીડ ઘતી જાય છે.

ટીવી, બેબી મોનીટર, બ્લૂટૂથ હેડસેટ, ફ્રીજ જેવા ઈલેક્ટ્રોનિક્સ સામાનથી રાઉટરને બને તેટલું દૂર રાખો. આમ કરવાથી તેના પર તે ડિવાઈસની અસર નહીં પડે અને તમને પહેલા કરતા વધુ સારો સિગ્નલ અને કનેક્ટિવિટી મળશે. સામાન્ય રીતે તમામ રાઉટરો પર બહારની સાઈટમાં એક એન્ટિના લાગેલું હોય છે. ઘણીવાર તમે જોયું હશે કે આ એન્ટિના વળેલું હોય છે. જેના કારણે સિગ્નલ બરાબર મળતાં નથી. તેને સીધું રાખવાથી તમે સ્પીડની સમસ્યા સુધારી શકો છો