અમદાવાદ,
આધુનિક સમયમાં આકર્ષક, સ્લીમ અને ફિટ શરીર તમામને પસંદ પડે છે. આ પ્રકારની બોડી પોતાને જ નહી બલ્કે અન્ય જાનાર લોકોને પણ પસંદ પડે છે. પરંતુ જ્યારે પેટ બહાર આવી ગયા બાદ શરીર ખરાબ થવા લાગી જાય છે. ફિટનેસ બગડવા લાગી જાય છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆફ્લેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ગટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇચ્છીત રહ્યા હતા.
દૂધ વાળી ચા સ્વાદમાં સ્વાદિષ્ટ હોય છે પણ આપણા શરીરને ખુબ નુકશાન પહુંચાડે છે. તેવી જ રીતે ગ્રીન ટી ને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બદલતી લાઇફસ્ટાઇલ અને કામના વધતા દબાણની વચ્ચે પાછલા કેટલાક વર્ષોમાં ગ્રીન ટી પીવાનું ચલણન ઝડપથી વધી રહ્યું છે. એક નિયમિત માત્રામાં દરરોજ ગ્રીન ટી નું સેવનથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે.
ઘણી શોધમાં ગ્રીન ટીના સેવનના ફાયદા જણાવવામાં આવ્યા છે. ગ્રીન ટી શરીરમાં વધેલ કોલેસ્ટ્રોલને ઓછું કરીને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. વજન ઓછું કરવામાં ગ્રીન ટી ખુબ મદદગાર સાબિત થાય છે. ગ્રીન ટી પીવાથી શરીરમાં મેટાબોલીઝમ વધવા લાગે છે, જેનાથી પાચન ક્રિયા સંતુલિત રહે છે. આવું થવાથી વ્યક્તિનું વધારાનું વજન ઓછું થઇ જાય છે.
વિશ્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. આસામના જારહાટ વિસ્તારમાં ટી રિસર્ચ એસોશીએશનના વૈજ્ઞાનિક દેવાજીત બોર્થકુરે કહ્યું છે કે જ્યારે ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે. તેમણે કહ્યું છે કે અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે. જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
