Not Set/ આ લોકો સરળતાથી હાર્ટએટેકના હુમલાને પચાવવાની ક્ષમતા ધરાવે છે

સામાન્ય રીતે એ સર્વ વિદીત છે કે,કસરત અને યોગ કરનાર લોકોનું સ્વાસ્થ્ય અન્ય લોકોની તુલનામાં અનેક ઘણુ વધુ સારું રહેતું હોય છે. જો કે તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, નિયમિત કસરત કરનાર અને કામકાજમાં સક્રિય રહેતા લોકો હાર્ટએટેકના હુમલાને સરળતાથી પચાવવાની ક્ષમતા ધરાવતા હોય છે. આવા લોકોની સરખામણીમાં આળસુ લાઈફસ્ટાઈલ ધરાવતા લોકોને […]

Health & Fitness
AAAAAAAAMAYA P 9 આ લોકો સરળતાથી હાર્ટએટેકના હુમલાને પચાવવાની ક્ષમતા ધરાવે છે

સામાન્ય રીતે એ સર્વ વિદીત છે કે,કસરત અને યોગ કરનાર લોકોનું સ્વાસ્થ્ય અન્ય લોકોની તુલનામાં અનેક ઘણુ વધુ સારું રહેતું હોય છે. જો કે તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, નિયમિત કસરત કરનાર અને કામકાજમાં સક્રિય રહેતા લોકો હાર્ટએટેકના હુમલાને સરળતાથી પચાવવાની ક્ષમતા ધરાવતા હોય છે. આવા લોકોની સરખામણીમાં આળસુ લાઈફસ્ટાઈલ ધરાવતા લોકોને હાર્ટએટેકના હુમલામાં મૃત્યુની સંભાવના વધારે હોય છે.

Image result for heart attack

અમેરિકાના ડેટ્રાઈટ સ્થિત હેનરી ફોર્ડ હેલ્થ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં આ બાબત સામે આવી છે. આ અંગે સંશોધનકર્તા ક્લિન્ટન બ્રોનરે જણાવ્યું હતું કે, નિયમિત કસરત કરનાર અને સક્રિય લાઈફસ્ટાઈલ ધરાવતા લોકો હાર્ટએટેકના પહેલા હુમલાને સરળતાથી પચાવી શકતા હોય છે. તેમણે પોતાના અભ્યાસમાં હાર્ટના ડોક્ટરો પાસે આવતા વિવિધ દર્દીઓનો વરસો સુધી અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે.

Image result for heart attack

તેમણે આવા દર્દીઓને હાર્ટએટેકના હુમલામાંથી બચવા માટે નિયમિત કસરત કરવાની સલાહ પણ આપી હતી. તેમના સંશોધનમાં સામે આવ્યું છે કે, જે દર્દીઓએ તેમની સલાહ માનીને નિયમિત કસરત કરવાની અને સક્રિય લાઈફસ્ટાઈલ અપનાવવાની શરૂઆત કરી હતી.

Related image

તેમને હાર્ટએટેકની સ્થિતિમાં મૃત્યુની સંભાવના ખૂબ જ ઘટેલી નજરે પડી હતી. ખાસ કરીને હાર્ટએટેકના પ્રથમ હુમલાની આવા દર્દીઓ પર કોઈ અસર થતી નથી. આ સંશોધન માયો ક્લીનિક પ્રોસેડિંગ્સ જર્નરલમાં પ્રકાશિત કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.