Not Set/ ગણેશજીનાં મનપસંદ છે મોદક, જાણો તેનાથી થતા આરોગ્ય લાભ

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ભક્તોમાં વિવિધ મોદક બનાવવાની હરીફાઈ શરૂ થઇ જાય છે. મોદક મીઠો હોય છે અને તે એક સૌથી લોકપ્રિય મીઠાઈ છે. ચોખાનાં લોટ, નારિયલ, ઘી અને ગોળથી તૈયાર કરેલા આ મોદક જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ શરીર માટે ફાયદાકારક પણ હોય છે. આજે માર્કેટમાં વિવિધ પ્રકારનાં મોદક વેચાઇ રહ્યા છે, […]

Health & Fitness
ganesha loves modak ગણેશજીનાં મનપસંદ છે મોદક, જાણો તેનાથી થતા આરોગ્ય લાભ

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ભક્તોમાં વિવિધ મોદક બનાવવાની હરીફાઈ શરૂ થઇ જાય છે. મોદક મીઠો હોય છે અને તે એક સૌથી લોકપ્રિય મીઠાઈ છે. ચોખાનાં લોટ, નારિયલ, ઘી અને ગોળથી તૈયાર કરેલા આ મોદક જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ શરીર માટે ફાયદાકારક પણ હોય છે.

gn333 ગણેશજીનાં મનપસંદ છે મોદક, જાણો તેનાથી થતા આરોગ્ય લાભ

આજે માર્કેટમાં વિવિધ પ્રકારનાં મોદક વેચાઇ રહ્યા છે, જે ખૂબ જ હેલ્દી રીતે બનાવવામાં આવે છે. તો જો તમને પણ તમારું આરોગ્ય ગમે છે, તો પછી મોદક સ્ટફિંગ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખો. આરોગ્ય માટે ફાયદાકારક એવી વસ્તુઓ ભરો. એટલું જ નહી, મોદક તળવાને બદલે બાફીને રાંધવા. ચાલો હવે જાણો મોદકનાં ફાયદાઓ કયા છે.

આરોગ્ય માટે ફાયદાકારક છે મોદક

Modak01 ગણેશજીનાં મનપસંદ છે મોદક, જાણો તેનાથી થતા આરોગ્ય લાભ

પાચન ક્રિયા કરે છે મજબૂત- મોદકમાં રહેલ નારિયલ તમારા પાચનમાં સુધારો કરવામાં અને ત્વચાને તેજસ્વી બનાવવા, દાંતમાં સડો થવા અને બ્લડ પ્રેશરને સ્થિર કરવામાં મદદ કરે છે. જેને ‘શ્રી-ફળ’ અથવા ભગવાનનાં ફળ તરીકે ઓળખવામાં આવે છે.

ડાયાબિટીસ- જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો પણ તમે મોદક લઈ શકો છો. ચોખા, નારિયલ, ગોળ ઉકાળીને રાંધવામાં આવે છે અને ઘી સાથે ખાવામાં આવે છે. તે ગ્લાયસેમિક ઇન્ડેક્સ પર મધ્યમ સ્તરે કાર્ય કરે છે.

કબજિયાત- જેને કબજિયાતની સમસ્યા હોય છે તેમણે ઘીનો ઉપયોગ મોદકમાં સારી રીતે કરવો જોઈએ. જે આંતરડામાં એકઠી થતી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટરોલ- મોદકમાં ઘી વધારે પ્રમાણમાં હોય છે જે શરીરને જરૂરી ચરબી પ્રદાન કરે છે. તે મેટાબોલિજ્મમાં પણ વધારો કરે છે અને બદલામાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે. મોદકનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.