Not Set/ ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

ભારતીય સંસ્કૃતિને જાળવવા અને વૈશ્વિક સ્તરે ઓળખાવવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત યોગ વિષેનાં જ્ઞાનને બને એટલું લોકો સુધી પહોંચાડવા માટે યોગ દિવસની ઉજવણી કરાય છે.

Health & Fitness Lifestyle
IMG 20210620 WA0008 ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

ભારતીય સંસ્કૃતિને જાળવવા અને વૈશ્વિક સ્તરે ઓળખાવવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત યોગ વિષેનાં જ્ઞાનને બને એટલું લોકો સુધી પહોંચાડવા માટે યોગ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2021 ની યોગ દિવસની થીમ છે – ”ઘરે યોગ કરો અને ફેમિલી સાથે યોગ કરો”

2 133 ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

સ્વાસ્થ્ય સંભાળ / મહામારીમાં ચોમાસાની દસ્તક : સ્વાસ્થ્ય પર બમણો ખતરો, કઈ રીતે રહેશો હિટ એન્ડ ફિટ ?

કોરોનાનાં કપરાકાળમાં યોગાભ્યાસ કરનારને ખુબ ફાયદો થયો છે. ઘરે બેઠા શ્વાસો-શ્વાસની કસરત અને પ્રાણાયામ કરવા માટે ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવતી હતી. જેના સંદર્ભમાં 2021 નાં વર્ષની યોગ દિવસની થીમ – ઘરે બેઠા ફેમિલી સાથે યોગ કરવાની છે.

2 134 ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

યોગ એ વિશાળ વિજ્ઞાન છે. યોગાભ્યાસ કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉંમરે કરી શકે છે, જો એની પૂરતી જાણકારી હોય અથવા તો કોઈ યોગગુરૃનું માર્ગદર્શન મળતું હોય તો તે કરવુ આસાન રહે છે. યોગ એટલે આત્મસાક્ષાત્કાર. નિયમિત યોગાભ્યાસ કરનારનાં વ્યક્તિત્વ, શરીર, મન, બુદ્ધિ અને ચેતનાનો સંપૂર્ણ વિકાસ થાય છે. નિયમિત યોગ કરવાથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને શરીરને હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રાખી શકાય છે. આ ઉપરાંત યોગ કરવાથી મળતી માનસિક શાંતિ જીવનનો ઘણો ખરો સ્ટ્રેસ દૂર કરે છે.

2 136 ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

માતૃત્વ / માસ પ્રમોશન માત્ર શૈક્ષણિક અભ્યાસક્રમ માટે છે જીવનના અભ્યાસક્રમ માટે નહીં….!!

દુનિયામાં 80-90% રોગો સ્ટ્રેસને લીધે ઉદ્ભવે છે. જેને યોગાભ્યાસ દ્વારા નિવારી શકાય છે અને થતા અટકાવી પણ શકાય છે. દિવસમાં એક કલાક યોગાભ્યાસ કરવાથી શરીર તેમજ મનને ખુબ જ લાભ થાય છે. આજની જીવનશૈલીમાં ઘણા બધા લોકોને પોતાના માટે એક કલાક કાઢવો પણ મુશ્કેલ હોય છે તેવા લોકો માત્ર 15-20 મિનિટ કાઢીને સૂર્ય નમસ્કાર અને ૐકારનો અભ્યાસ કરે તો પણ ખુબ લાભ થાય છે.

2 135 ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો

યોગાભ્યાસમાં અમુક પ્રકારના આસનોનો અભ્યાસ સ્વાસ્થ્યલક્ષી લાભ મેળવવામાં કરવામાં આવે છે. જયારે અમુક પ્રકારના આસનોનો અભ્યાસ આધ્યાત્મિક લાભ મેળવવા માટે થાય છે.

kalmukho str 9 ઓછા સમયમાં વધુ લાભ મેળવવા સૂર્ય નમસ્કાર અને ૐકાર કરો