Not Set/ હેલ્થ/ તમારા ઘરમાં ઘણી વસ્તુઓ છે જે અનેક સ્કિન અને હેર પ્રોબ્લેમ્સને કરી શકે છે દૂર

આજકલ ની આ ફાસ્ટ લાઇફમાં આપણે પોતાના માટે ટાઈમ ફાળવી શકતા નથી. સ્ટ્રેસ અને ટેંશનની સૌથી ખરાબ અસર આપણી સ્કિન અને હેલ્થ પર પડે છે. પોતાના લૂક્સ માટે આપણે ક્યારે પણ સમાધાન કરતા નથી અને તેના લીધે અલગ અલગ મોંઘા ક્રીમ્સ અને ફેસવોશ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બધા કરતા સૌથી વધુ અસર કરે […]

Health & Fitness
hqdefault હેલ્થ/ તમારા ઘરમાં ઘણી વસ્તુઓ છે જે અનેક સ્કિન અને હેર પ્રોબ્લેમ્સને કરી શકે છે દૂર

આજકલ ની આ ફાસ્ટ લાઇફમાં આપણે પોતાના માટે ટાઈમ ફાળવી શકતા નથી. સ્ટ્રેસ અને ટેંશનની સૌથી ખરાબ અસર આપણી સ્કિન અને હેલ્થ પર પડે છે. પોતાના લૂક્સ માટે આપણે ક્યારે પણ સમાધાન કરતા નથી અને તેના લીધે અલગ અલગ મોંઘા ક્રીમ્સ અને ફેસવોશ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ બધા કરતા સૌથી વધુ અસર કરે છે ઘરેલુ નુસ્ખા. આપણાં ઘરમાં જ ઘણી બધી એવી વસ્તુઓ છે જે અનેક સ્કિન અને હેર પ્રોબ્લેમ્સને આરામથી દૂર કરી શકે છે. આમાંથી એક ખૂબ જ અસરકારક છોડ ફુદીનાનો છે.

1634 23 Amazing Benefits Of Peppermint Leaves For Skin Hair And Health ss હેલ્થ/ તમારા ઘરમાં ઘણી વસ્તુઓ છે જે અનેક સ્કિન અને હેર પ્રોબ્લેમ્સને કરી શકે છે દૂર

1. ફુદીનો તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતું છે. તેથી, ચામડી પર ફુદીના ના રસનો ઉપયોગ મોસ્કયુટો બાઈટ અને અન્ય બળતરામાં મદદ કરી શકે છે. તે ત્વચાને નરમ બનાવામાં પણ મદદ કરે છે.

2. થોડા ઓટ્સને ફુદીનાના રસ સાથે મિક્સ કરીને મોઢા પર લગાડવાથી મૃત ચામડીની કોશિકાઓ દૂર થાય છે.

3. ફુદીનાના પાંદડાને બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવી બ્લેકહેડ-અસરગ્રસ્ત વિસ્તારો પર લગાડો અને 15 મિનિટ પછી ધોઈ નાખો. ત્વચા માટે ફુદીનાનો ઉપયોગ બ્લેકહેડ્સથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

4. એક કટોરી ફુદીનાના પાનને 2 કપ પાણીમાં ઉકાળી લો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના થઇ જાય. આ પાણીને ઠંડુ કરીને એક બોટલમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી દો. દિવસમાં બે વાર આ પાણીમાં રૂ ડૂબાડીને તેને ચહેરા પર લગાવો. આનાથી તમારાં ચહેરા પર જોવા મળતું તેલ ઘટશે.

5. ચંદનના પાઉડરમાં ફુદીનાનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા બાદ મોહ ઠંડા પાણીથી ધોઇ લો. આ ઉબટન તવચાને ગોરી અને સાફ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.