Not Set/ એન્ટીબાયોટીક દવા ક્યારેક કરી શકે છે નુકસાન, ડૉક્ટરને પુછ્યા વિના ન લો દવા

વર્ષો પહેલા કોઈપણ બિમારી માટે કોઈ કારગર દવા ન હોતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડનાં નોબેલ પુરુસ્કાર વિજેતા વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. આ દવા બેક્ટેરીયા સંક્રમણ વગેરેથી રક્ષણ મેળવવામાં ઘણી કારગર સાબિત થઈ હતી. જીવાણુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓની અસર ઘણી ઓછા સમય સુધી રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં સંશોધનમાં ભારતની સ્વાસ્થ્ય […]

Health & Fitness Lifestyle
91c4ae56 4b43 11e7 942b 1b07039b2a8c એન્ટીબાયોટીક દવા ક્યારેક કરી શકે છે નુકસાન, ડૉક્ટરને પુછ્યા વિના ન લો દવા

વર્ષો પહેલા કોઈપણ બિમારી માટે કોઈ કારગર દવા ન હોતી. વર્ષ 1928માં સ્કોટલેન્ડનાં નોબેલ પુરુસ્કાર વિજેતા વૈજ્ઞાનિક એલેક્ઝેન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિક દવા પેનિસિલિનની શોધ કરી હતી. આ દવા બેક્ટેરીયા સંક્રમણ વગેરેથી રક્ષણ મેળવવામાં ઘણી કારગર સાબિત થઈ હતી. જીવાણુઓ ઉપર એન્ટિબાયોટિક દવાઓની અસર ઘણી ઓછા સમય સુધી રહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં સંશોધનમાં ભારતની સ્વાસ્થ્ય સમસ્યાઓથી જોડાયેલ એક રિપોર્ટ સામે આવી છે. ભારતનાં 50 ટકાથી વધુ લોકો દવાઓની આડઅસરનું ધ્યાન નથી રાખતા હોતા અને ડોક્ટરની સલાહ લીધા વિના જ એન્ટીબાયોટીક દવાઓ લેતા હોય છે.

બિનજરૂરી એન્ટિબાયોટીક દવાઓને ખાવામાં આવે તો દર્દીની સારવાર કરવી લગભગ નામુમકીન થઈ જતી હોય છે,  ખાસ કરીને ટીબીની બિમારીમાં સારવાર અસંભવ થઈ જાય છે. 90 ટકા ડોક્ટર દર્દીને દવા આપ્યાનાં ત્રણ દિવસ બાદ નિયમોનુસાર શરીર ઉપર તે દવાની અસરની તપાસ નથી કરતા હોતા.

એમ્સનાં ફાર્મોકોલોજી ડિપાર્ટમેન્ટમાં નવેમ્બર 2014 થી લઈને ડિસેમ્બર 2015 વચ્ચે એનસીઆરનાં 500 ડેંટિસ્ટનો સર્વે કર્યો, જેમાં જાણવા મળ્યું હતુ કે, 74 ટકા ડૉક્ટર શરીરમાં બેક્ટેરીયાની તપાસ  કર્યા વિના જ એન્ટિબાયોટીક દવા આપી રહ્યા છે. પોલીસી મુજબ કેટલીક નિશ્ચિત દવાઓને વિના ડોક્ટરની પરવાનગી (રિસીપ) વગર વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.