Not Set/ જાણો,સૌથી મોંઘા ગુલાબ અને તેની કિંમત વિશે, આ કિંમતમાં તમે તમારી ગર્લફ્રેન્ડને આપી શકો છો આલીશાન મહેલ  

રોઝ ડે પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોને ગુલાબ આપે છે. જો કે ગુલાબની કિંમત 20 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની હોય છે,

Tips & Tricks Lifestyle Relationships
ગુલાબ

પ્રેમીઓ માટે ફેબ્રુઆરી મહિનો ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં પ્રેમીઓ એકબીજાને પ્રેમ વ્યક્ત કરે છે અને ભેટ આપે છે. પ્રેમનો દિવસ 7મી ફેબ્રુઆરી એટલે કે રોઝ ડેથી શરૂ થાય છે. રોઝ ડે પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોને ગુલાબ આપે છે. જો કે ગુલાબની કિંમત 20 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની હોય છે, પરંતુ શું તમે દુનિયાના સૌથી મોંઘા ગુલાબ વિશે જાણો છો? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ, દુનિયાનું સૌથી મોંઘું ગુલાબ, જેની કિંમત પર તમે તમારા પાર્ટનરને એક આલીશાન મહેલ અને કાર ગિફ્ટ કરી શકો છો.

આ પણ વાંચો :કોઈ પણ છોકરી નથી ઇચ્છતી કે તેનો બોયફ્રેન્ડ પૂછે આ 5 સવાલ!!!!!

આવું દેખાય છે જુલિયટ રોઝ  

અમે જે સૌથી મોંઘા ગુલાબ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે જુલિયટ રોઝ. આ ફૂલો સોફ્ટ પીચ  રંગનું છે અને હૂંફ અને રોમાંસની લાગણી બનાવે છે. તે સામાન્ય ગુલાબ કરતા ઘણા મોટા હોય છે અને  તેની પાંખડીઓ પણ વધુ હોય છે. તેની સુગંધ લીલાક અને મીઠી વેનીલા જેવી છે.

a 38 5 જાણો,સૌથી મોંઘા ગુલાબ અને તેની કિંમત વિશે, આ કિંમતમાં તમે તમારી ગર્લફ્રેન્ડને આપી શકો છો આલીશાન મહેલ  

 112 કરોડનોનું છે સૌથી મોંઘો ગુલાબ  

જુલિયટ રોઝ દેખાવમાં ખૂબ જ આકર્ષક અને સુંદર છે. તેની કિંમત લગભગ 112 મિલિયન (15.8 મિલિયન ડોલર) છે. જો કે, કેટલીક વેબસાઇટ્સ તેને 5 મિલિયન ડોલર(આશરે રૂ. 37,35,02,500) હોવાનો પણ દાવો કરે છે.

a 38 6 જાણો,સૌથી મોંઘા ગુલાબ અને તેની કિંમત વિશે, આ કિંમતમાં તમે તમારી ગર્લફ્રેન્ડને આપી શકો છો આલીશાન મહેલ  

15 વર્ષમાં તૈયાર થયું હતું પહેલું ગુલાબ

જુલિયટ રોઝ બનાવનાર ફ્લોરિસ્ટ ડેવિડ ઓસ્ટિન છે. જેમણે 15 વર્ષની મહેનત બાદ આ ફૂલ તૈયાર કર્યું છે. આ ફૂલનું સૌપ્રથમ ઉત્પાદન અને વેચાણ 2006માં કરવામાં આવ્યું હતું. પછી તેને 10 મિલિયન પાઉન્ડ અથવા 90 કરોડમાં વેચવામાં આવ્યો. એવું કહેવાય છે કે આ ફૂલને ઘણા દુર્લભ ફૂલોની જાતિ ઉમેરીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :શું તમે લગ્ન વગર તમારા જીવનસાથી સાથે રહો છો? આજે જાણી લો આ મહત્વનો કાયદો, નહીંતર મુશ્કેલી આવી શકે છે

આ પણ વાંચો :દરેક ગૃહિણીએ સવારે ઉઠીને સૌથી પહેલા આ 5 કામ કરવા જોઈએ

આ પણ વાંચો :શું તમારી ત્વચા પણ શિયાળામાં શુષ્ક થઈ જાય છે? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર