Not Set/ ગર્ભાવસ્થામાં કરો પૂરતો આરામ, નહીં તો થઈ શકે છે નુકસાન

અમદાવાદ, ગર્ભાવસ્થામાં સ્ત્રીના શરીરમાં ઘણા હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. તેમજ એક નવા જીવને જન્મ આપવા તેનું શરીર તૈયાર થતું હોય છે આથી ગર્ભવતી સ્ત્રી માટે આહાર તેમજ આરામનું વિશેષ મહત્વ હોય છે ગર્ભવતી સ્ત્રી માટે પૂરતો આરામ જરૂરી છે ઘણી વાર સ્ત્રીની ઉંઘ પૂરી નથી થતી.તેના ઘણા કારણ હોય છે ક્યારેક થાક તો ક્યારેક ઓફિસ […]

Health & Fitness Lifestyle
mat 14 ગર્ભાવસ્થામાં કરો પૂરતો આરામ, નહીં તો થઈ શકે છે નુકસાન

અમદાવાદ,

ગર્ભાવસ્થામાં સ્ત્રીના શરીરમાં ઘણા હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. તેમજ એક નવા જીવને જન્મ આપવા તેનું શરીર તૈયાર થતું હોય છે આથી ગર્ભવતી સ્ત્રી માટે આહાર તેમજ આરામનું વિશેષ મહત્વ હોય છે ગર્ભવતી સ્ત્રી માટે પૂરતો આરામ જરૂરી છે ઘણી વાર સ્ત્રીની ઉંઘ પૂરી નથી થતી.તેના ઘણા કારણ હોય છે ક્યારેક થાક તો ક્યારેક ઓફિસ કે ઘરના કામની જવાબદારી, તણાવ વગેરે. પરંતુ એક સંશોધન અનુસાર  પ્રેગ્નન્ટ સ્ત્રીએ પૂરતી ઉંઘ અને આરામ  કરવા જ જોઈએ.

ગર્ભાવસ્થા દરમ્યાન અપૂરતી ઊંઘ અનેક પરેશાનીનું કારણ બની શકે છે. આ ઉપરાંત તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર થાય છે. આ જાણકારી અમેરીકન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં મળી છે. એક અહેવાલ પ્રમાણે અવસાદથી ઘેરાયેલી મહિલાઓ ઊંઘની સમસ્યાથી વધુ પ્રભાવિત હોય છે. તેઓને ગર્ભાવસ્થા દરમ્યાન કઠિન સમયમાંથી પસાર થવું પડે છે.

યુનિવર્સીટી ઓફ પિટસબર્ગ સ્કૂલ ઓફ મેડીસીનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધન અને અભ્યાસને સાઈકોસોમેટીક મેડીસીન મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

મુખ્ય સંશોધનકર્તા મિચેલે ઓકુને કહ્યુ હતુ કે અમારા પરિણામોમાં ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં ઊંઘની સમસ્યાની ઓળખ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રારંભે ઊંઘની સમસ્યા ઓળખી લેવાય તો તબીબ ગર્ભવતી મહિલાઓનો ઈલાજ કરી શકે છે.