Not Set/ સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા

અમદાવાદ, શમણાના ઘરને વિવિધ રીતે સજાવીએ પરંતુ જો તે ચોખ્ખું ન હોય તો ન જ ગમે. ખાસ કરીને રસોડું. ઘરમાં ભલે મોડ્યુલર કિચન હોય, પરંતુ રસોડું ચોખ્ખું ન હોય તો ગમે તેટલી અત્યાધુનિક સજાવટની પણ મજા રહેતી નથી. તમે તમારા રસોડા સહિત આખા ઘરને એકદમ હાથવગી અને સરળતાથી પ્રાપ્ય વસ્તુઓની મદદથી એકદમ ચકચકાટ કરી શકો છો. […]

Lifestyle
mat 15 સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા

અમદાવાદ,

શમણાના ઘરને વિવિધ રીતે સજાવીએ પરંતુ જો તે ચોખ્ખું ન હોય તો ન જ ગમે. ખાસ કરીને રસોડું. ઘરમાં ભલે મોડ્યુલર કિચન હોય, પરંતુ રસોડું ચોખ્ખું ન હોય તો ગમે તેટલી અત્યાધુનિક સજાવટની પણ મજા રહેતી નથી. તમે તમારા રસોડા સહિત આખા ઘરને એકદમ હાથવગી અને સરળતાથી પ્રાપ્ય વસ્તુઓની મદદથી એકદમ ચકચકાટ કરી શકો છો. તો ચાલો આજે ચતુર નાર એ પણ જાણી લે કે કેટલી સરળતાથી રસોડાને ચમકાવી શકાય છે.

mat 16 સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા

ખટમીઠું લીંબુ સફાઇમાં અગ્રેસર

લીંબુ ખટાશયુક્ત ફળ હોવાથી તેની મદદથી તેલના ડાઘ અને જમા થયેલી ગંદકી સારી રીતે દૂર થઈ શકે છે. આ ઉપરાતં લીંબુનો રસ તો ત્વચાની રંગત પણ નિખારે છે.

ચિકાશનો દુશ્મન સરકો

સરકો એ ચિકાશને દૂર કરે છે. રસોડામાં કે બાથરૂમમાં જામેલી ચિકાશ દૂર કરવા એક નરમ રૂમાલને સરકામાં બોળીને તેની મદદથી ટાઇલ્સ સાફ કરી શકાય. વધારે મેલાં થયેલાં કપડાં બોળતી વખતે પાણીમાં થોડો સરકો ઉમેરી દેશો તો એમ કરવાથી કપડાં ચોખ્ખાં થઈ જશે.

mat 18 સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા

સફાઇ માટે જરૂરી બ્લિચિંગ પાઉડર

બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે સ્ત્રીઓએ એસિડને બદલે બ્લિચિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને દાઝવાનો ભય ઓછો રહે. તમે પોતું કરવામાં પણ દર ત્રણેક દિવસે બ્લિચિંગનો ઉપયોગ કરી શકો છો.

mat 17 સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા
દુર્ગંધનું મારણ બેકિંગ સોડા

ઘરની સ્વચ્છતા જાળવવામાં બેકિંગ સોડા પણ અગત્યની વસ્તુ છે. બેકિંગ સોડાનો ઉપયોગ કરવાતી રસોડામાં રહેલી વાસ દૂર થઈ જાય છે. જ્યારે તળેલી વસ્તુ બનાવી હોય અને તેની સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જતી હોય અથવા તો ડુંગળી કે લસણ અને કેટલાક મસાલાની તીવ્ર વાસ દૂર કરવી હોય તો પાણીમાં બેકિંગ સોડા ઉમેરીને સફાઈ કરવી જોઈએ.

Image result for બેકિંગ સોડા

પીવાની સાથે સફાઇમાં ઉપયોગી કોલ્ડડ્રિંક્સ

કોલ્ડડ્રિંકસ કે કોલાડ્રિંક્સ નામે જાણીતા ઠંડાં પીણાંની મદદથી બાથટબ, સિંક, ટોઇલેટ પોટની સફાઈ કરી શકાય છે. કોલ્ડડ્રિંકથી સફાઈ કરવી હોય તો તેને સિંક, ટોઇલેટ પોટ કે બાથટબમાં રેડીને 20- 25 મિનિટ માટે રહેવા દેવું .ત્યાર બાદ બ્રશથી સાફ કરી નાખવું.

mat 20 સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા

કાટને દૂર કરશે બટાકા

બટાકા શાકમાં તો ઘણા બધાના પ્રિય છે પરંતુ આ જ બટાકા કાટનો દુશ્મન નંબર એક છે. કોઇ પણ વાસણને કાટ લાગ્યો હોય ત્યારે બટાકો ઘસીને તે કાટ દૂર કરી શકાય છે. બટાકામાં રહેલો ઓક્ઝેલિક એસિડ કાટને દૂર કરે છે. બટાકાની મદદથી કાચ અને સિલ્વરના વાસણોની સાફસફાઈ સરળતાથી થઈ શકે છે.

mat 19 સપનાનાં ઘરને સ્વચ્છ રાખવાના સરળ ઉપાય આ રહ્યા