Not Set/ અનિયન-ટમેટા રવા ઉત્તાપા, બનાવવાની રીત

સામગ્રી 1 કપ રવો 4 ટેબલસ્પૂન દહીં 1 ટેબલસ્પૂન તેલ મીઠું  (સ્વાદાનુસાર) 3 ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા 3 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 3 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ  (રાંધવા માટે) પીરસવા માટે નાળિયેરની ચટણી બનાવવાની રીત   એક ઊંડા બાઉલમાં રવો, દહીં, મીઠું અને 1 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે 1 કલાક બાજુ પર […]

Food Lifestyle
mahil અનિયન-ટમેટા રવા ઉત્તાપા, બનાવવાની રીત

સામગ્રી

1 કપ રવો
4 ટેબલસ્પૂન દહીં
1 ટેબલસ્પૂન તેલ
મીઠું  (સ્વાદાનુસાર)
3 ટેબલસ્પૂન ઝીણા સમારેલા ટમેટા
3 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
3 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
તેલ  (રાંધવા માટે)

પીરસવા માટે
નાળિયેરની ચટણી

બનાવવાની રીત  

એક ઊંડા બાઉલમાં રવો, દહીં, મીઠું અને 1 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે 1 કલાક બાજુ પર રાખો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો (તરત જ છમ અવાજ આવે તે રીતે) અને કપડા વડે તવાને સાફ કરી લો.

હવે ગરમ તવા પર 1/4 કપ જેટલું ખીરૂ રેડીને 125 મી. મી. (5)નો જાડો ગોળાકાર બનાવો. ઉત્તાપાની કીનારીની બાજુએ થોડું તેલ રેડી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી રાંધી લો.

તે પછી તેની પર 1/2 ટેબલસ્પૂન કાંદા, 1/2 ટેબલસ્પૂન ટમેટા, 1/2 ટેબલસ્પૂન કોથમીર અને 1/4 ટીસ્પૂન લીલા મરચાં સરખી રીતે છાંટી લો.

હવે ઉત્તાપાને પલટાવીને તેની બીજી બાજુ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો. રીત ક્રમાંક 2 થી 6 મુજબ બીજા ૫ ઉત્તાપા તૈયાર કરો. નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.