Not Set/ આ શાકભાજી ખાવાથી પેટના કેન્સર જેવી ગંભીર બીમારીને અટકાવી શકાય છે…

અમદાવાદ રિંગણ અને બટાકાને જો ભોજનમાં સમાવવામાં આવે તો વ્યક્તિ પેટના કેન્સરથી આજીવન બચી શકે છે. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, રિંગણ અને બટાકા પેટના કેન્સર માટે જવાબદાર સ્ટેમ કોશિકાઓને નષ્ટ કરી દે છે અને આ ઘાતક બિમારીનો ફેલાવો થતા અટકાવે છે. અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ખાદ્ય વિજ્ઞાન વિભાગના સહાયક પ્રોફેસર જયરામ વાનામાલાએ […]

Health & Fitness Lifestyle
mahi 6 આ શાકભાજી ખાવાથી પેટના કેન્સર જેવી ગંભીર બીમારીને અટકાવી શકાય છે...

અમદાવાદ

રિંગણ અને બટાકાને જો ભોજનમાં સમાવવામાં આવે તો વ્યક્તિ પેટના કેન્સરથી આજીવન બચી શકે છે. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, રિંગણ અને બટાકા પેટના કેન્સર માટે જવાબદાર સ્ટેમ કોશિકાઓને નષ્ટ કરી દે છે અને આ ઘાતક બિમારીનો ફેલાવો થતા અટકાવે છે. અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ખાદ્ય વિજ્ઞાન વિભાગના સહાયક પ્રોફેસર જયરામ વાનામાલાએ આ અંગે જણાવ્યું હતું કે,  પેટના કેન્સર માટે સ્ટેમ કોશિકા જવાબદાર હોય છે.

જો આ કોશિકાઓને નષ્ટ કરી દેવામાં આવે તો પેટના કેન્સરના ખતરાને કાયમ માટે ટાળી શકાય છે. ભારતીય કૃષિ અનુસંશાધન સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી રહી ચુકેલ વાનામાલાએ જણાવ્યું હતું કે, તમે કેન્સર માટે જવાબદાર સ્ટેમ કોશિકાઓની સરખામણીમાં જંગલની ઘાઢ ઝાડીઓ સાથે કરી શકો છો. લોકો ભલે ઝાડીઓને ગમે તેટલી કાપી નાંખે પરંતુ જ્યાં સુધી તેનું એકપણ મુડ જંગલમાં હશે તે ફરીથી પાંગરશે. તે જ રીતે કેન્સર માટે જવાબદાર આ સ્ટેમ કોશિકાઓનો એકપણ અવશેષ પેટમાં હશે ત્યાં સુધી કેન્સરનો ઉથલો ભરી મારશે.

સંશોધનકર્તાઓએ  રિંગણ અને બટાકાનો ઉપયોગ કરીને શાકભાજી પકવ્યા બાદ કેન્સર વિરોધી ગુણધર્મનો અભ્યાસ કર્યો હતો. પ્રથમ પ્રયોગમાં તેમને જાણવા મળ્યું હતું કે, રિંગણ અને બટાકા કેન્સર માટેની સ્ટેમ કોશિકાઓનો વિકાસ અટકાવી દે છે. સંશોધનકર્તાઓના જણાવ્યા અનુસાર, રિંગણ સાથે બટાકાના મિશ્રણથી એક એવા બટાકાનું સર્જન થાય છે જે પેટમાં કેન્સર માટે જવાબદાર સ્ટેમ કોશિકાઓનો નાશ કરવા અલગ-અલગ રીતે કામ કરે છે.

જેના કારણે વાનામાલાએ લોકોને સલાહ આપી છે કે રિંગણ સાથે બટાકાનું શાક ખાવાથી તમે લાંબા સમય સુધી પેટના કેન્સરથી મુક્ત રહી શકશો. આ ઉપરાંત શારીરિક રીતે પણ તેનો લાભ થાય છે.  આ શાકભાજીના નિયમિત સેવનથી કેન્સરનું પ્રસારણ અટકે છે. સાથે-સાથે તે તેને શરીરમાંથી નાશ કરવાનું પણ કામ કરે છે.