bbc documentary/ BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ વિરુદ્ધ અરજી મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

Top Stories India
BBC

BBC documentary:   બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેંચ સુનાવણી કરશે. એન રામ, મહુઆ મોઇત્રા, પ્રશાંત ભૂષણ અને એડવોકેટ એમએલ શર્મા દ્વારા બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.

(BBC documentary)આ અરજીઓમાં બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. શુક્રવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે BBCની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્રનો નિર્ણય મનસ્વી અને ગેરબંધારણીય છે.

(BBC documentary)સરકારે ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો તાજેતરમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યુટ્યુબને BBCની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે તેને ‘પ્રચાર સામગ્રી’ ગણાવી અને કહ્યું કે તેમાં ઉદ્દેશ્યનો અભાવ છે અને તે સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.ઉલ્લેખનીય છે  કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે.

 (BBC documentary)આ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ઘણા રાજ્યોમાં સ્ક્રીનિંગ પછી હોબાળો બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને છેલ્લા ઘણા દિવસોથી હોબાળો ચાલી રહ્યો છે. ઘણા રાજ્યોની યુનિવર્સિટીઓમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આને લઈને ઘણો વિરોધ થયો હતો. 21 જાન્યુઆરીના રોજ, ભારતે બીબીસી ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ની લિંક શેર કરતી અનેક YouTube વિડિયો અને ટ્વિટર પોસ્ટ્સને બ્લોક કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. આ પછી હંગામો વધી ગયો. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ પ્રતિબંધ સામે સરકારનો વિરોધ કર્યો હતો. પ્રતિબંધ બાદ પણ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ બે લિંક શેર કરી હતી.

ICC T20 Ranking/સૂર્યકુમાર યાદવ ICC T20 રેન્કિંગમાં નંબર વન સ્થાન પર બરકરાર

Cricket/નાગપુર ટેસ્ટમાં સૂર્યકુમાર યાદવનું ડેબ્યૂ કન્ફર્મ!

Ayodhya/રામજન્મભૂમિને ઉડાવી દેવાની ધમકી, તમામ પોલીસ સ્ટેશનોની પોલીસને એલર્ટ કરાયા

Baba Ramdev/નમાઝ પછી ગમે તે કરો, હિંદુ છોકરીઓને ઉપાડો કે જેહાદના નામે આતંકવાદી બનો: બાબા રામદેવ

Bangladesh and Adani dispute/બાંગ્લાદેશ અને અદાણી વચ્ચેના વિવાદ પર ભારતના વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા