Rajkot-Heartattack/ ‘હૃદયરોગની રાજધાની’ રાજકોટ, વધુ બેના હાર્ટએટેકથી મોત, એક સુરતમાં મોત

રાજકોટને ગુજરાતનું દિલ કહેવાય છે, પણ ગુજરાતનું આ દિલ હાલમાં બગડ્યુ છે. રાજકોટમાંથી રોજબરોજ અને આંતરે દિવસે કોઈને કોઈના હાર્ટએટેકથી મોતના સમાચાર આવવા લાગ્યા છે. બુધવારે પણ રાજકોટમાં હાર્ટ એટેકના લીધે બે મોત થયા છે, આ ઉપરાંત વશરામભાઈ નામના એક આધેડનું મોત થયું છે. એક મોત સુરતમાં થયું છે.  

Top Stories Gujarat Rajkot
Sparepartscity ‘હૃદયરોગની રાજધાની’ રાજકોટ, વધુ બેના હાર્ટએટેકથી મોત, એક સુરતમાં મોત

રાજકોટઃ રાજકોટને ગુજરાતનું દિલ કહેવાય છે, પણ ગુજરાતનું આ દિલ હાલમાં બગડ્યુ છે. રાજકોટમાંથી રોજબરોજ અને આંતરે દિવસે કોઈને કોઈના હાર્ટએટેકથી મોતના સમાચાર આવવા લાગ્યા છે. બુધવારે પણ રાજકોટમાં હાર્ટ એટેકના લીધે બે મોત થયા છે, આ ઉપરાંત વશરામભાઈ નામના એક આધેડનું મોત થયું છે. અને એક મોત સુરતમાં થયું છે.  ઉલ્લેખનીય છે કે રાજકોટ મશીન ઉદ્યોગ માટે જાણીતું છે, પણ મશીન ઉદ્યોગ માટે જાણીતા આ શહેરના લોકોના ‘સ્પેરપાર્ટસ’ બગડ્યા છે.

શહેરની ભાગોળે આવેલા નવા ગામ આણંદપના વિપુલ રતિલાલ નામના 32 વર્ષના યુવાનનું હાર્ટ એટેકના લીધે મોત થયુ છે. યુવાન વયે નિધનના લીધે કુટુંબ આઘાતથી દિગ્મૂઢ થઈ ગયું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી દરરોજે એક કે બે યુવાનના હાર્ટ એટેકના લીધે મૃત્યુ થઈ રહ્યા છે. આ ઉપરાંત વશરામભાઈ મોહનભાઈ ધંધુકિયા નામના 45 વર્ષીય આધેડ સૂઈ ગયા પછી ઉઠયા જ નહી. રાત્રે પત્નીએ તેમનો હાથ લબડતો જોયો તેમને અજૂગતું લાગ્યુ, તેમને તરત જ સિવિલ લઈ જવાયા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે. તેઓ ઘડિયાળના કારખાનામાં મજૂરી કરતા હતા.

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હૃદયરોગના હુમલા લીધે થયેલા મોતમાં જોઈએ તો 15મી ઓક્ટોબરના રોજ સુરતના ઇચ્છાપોર ખાતે માતાજીની મૂર્તિ લઈ આવતો યુવક હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો હતો. 14 ઓક્ટોબરે પાદરામાં યુવક ઢળી પડ્યો હતો. 13મી ઓક્ટોબરના રોજ ભુજમાં સ્વામિનારાયણમંદિરમાં મોડાસા માર્કેટ યાર્ડના અધિકારી ઘનશ્યામભાઈ ભટ્ટ મંદિરમાં દર્શન કરતી વખતે ઢળી પડ્યા હતા. આ જ દિવસે વડોદરામાં કારેલીબાગ ખાતે 26 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.

12મી ઓક્ટોબરે સુરતમાં વેસુમાં કામ કરતા યુવકને હાર્ટએટેક આવ્યો હતો. જ્યારે જામનગરમાં નવમા ધોરણમાં ભણતા યુવકનું યોગ કરતાં મોત થયું હતું. જ્યારે પાંચમી ઓક્ટોબરના રોજ નવરાત્રિ પૂર્વે ગરબાની પ્રેક્ટિસ કરતાં 26 વર્ષીય યુવકનું મોત થયું હતું. 25 સપ્ટેમ્બરે જામનગરમાં 19 વર્ષનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરતા-કરતા મૃત્યુ પામ્યો હતો. જ્યારે 21 સપ્ટેમ્બરે દાંડિયા રાસની પ્રેક્ટિસ કરતાં-કરતાં 24 વર્ષીય યુવાન ચિરાગ પરમારનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે ડોક્ટરોના જણાવ્યા મુજબ હાર્ટએટેક આવવાની સરેરાશ વયમર્યાદા પહેલા 60 વર્ષની વયની હતી, હવે તે મર્યાદા ઘટીને 40ની થઈ ગઈ છે. આટલી ઉંમરવાળી વ્યક્તિ અનિયમિત જીવનશૈલી ધરાવતી હોય તો તેને ગમે ત્યારે હૃદયરોગનો હુમલો આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 ‘હૃદયરોગની રાજધાની’ રાજકોટ, વધુ બેના હાર્ટએટેકથી મોત, એક સુરતમાં મોત


 

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં હુમલા પર મુસ્લિમ દેશોમાં હંગામો, હિઝબુલ્લાએ અમેરિકાની દૂતાવાસમાં આગ લગાવી

આ પણ વાંચોઃ Gaza Hospital Attack/ ‘ઈઝરાયલે હુમલો નથી કર્યો, ઈસ્લામિક જેહાદના રોકેટે મિસ ફાયર કર્યું’: નેતન્યાહુ

આ પણ વાંચોઃ Israel Hamas War/ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ જો બાઈડેન સાથેની મહત્વપૂર્ણ બેઠક રદ કરી!