ગુજરાત/ મહેસાણામાં બાળકોમાં હ્રદય રોગ વધ્યો, ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં થયો વધારો

મહેસાણામાં બાળકોમાં હૃદય રોગ વધતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં ચિંતાજનક રીતે હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 18T153859.962 1 મહેસાણામાં બાળકોમાં હ્રદય રોગ વધ્યો, ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં થયો વધારો

મહેસાણામાં બાળકોમાં હૃદય રોગ વધતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં ચિંતાજનક રીતે હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત સમાચાર મજુબ ચાલુ વર્ષના માત્ર ચાર મહિનામાં 202 બાળ દર્દીઓ હૃદયરોગના શિકાર થયા. જ્યારે 2022માં 333 અને 2023માં 384 બાળ દર્દીઓ જોવા મળ્યા. આ માહિતી પરથી ખ્યાલ આવે કે સમય જતા હૃદયરોગના બાળદર્દીઓ વધી રહ્યા છે. જે આગામી સમય માટે બહુ ચિંતાજનક બાબત કહેવાય.

સામાન્ય રીતે પહેલાના સમયમાં 50 અથવા તો 60 વર્ષ બાદ લોકોને હાર્ટએટેક આવતો હતો. પરંતુ કોરોના બાદથી સીનીયર સીટીઝન ઉપરાંત યુવાનો સહિત નાના બાળકો પણ હૃદયરોગના હુમલાનો શિકાર થઈ રહ્યા છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા મુજબ હાલમાં બાળકોની દિનચર્યા બદલાઈ છે. એક રીતે કહી શકાય કે અત્યારના મોટાભાગના બાળકો બેઠાડું જીવન જીવી રહ્યા છે. બાળકોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળ્યો છે. આજે બાળકો અભ્યાસ બાદનો સમય મોબાઈલ અથવા લેપટોપમાં પસાર કરે છે. આથી શારીરિક હલન-ચલનનો અભાવ શરીરમાં લોહીના પરિભ્રમણ પર પણ અસર કરે છે. સંભવત આ સામાન્ય પણ મહત્વના કારણોની લીધે બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું હોવાની સંભાવનાને નકારી શકાય નહી.

મહેસાણામાં બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ વધવાને લઈને ડોક્ટરો પણ અન્ય પાસાઓ અંગે પણ ચકાસણી કરી રહ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોના ખાનપાન તેમજ રમતગમત પ્રવૃત્તિને લઈને પણ સૂચન કરવામાં આવ્યું છે. ખાસ કરીને માતાપિતાએ બાળકના સર્વાંગી વિકાસ માટે મોબાઈલમાં ગેમ રમવાની જેવા ખરાબ આદતોથી દૂર રાખવા તેમને કવોલિટી ટાઈમ આપવા જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ