AHMEDABAD NEWS/ અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

અમદાવાદમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે. શહેરમાં ભારે ગરમીના લીધે 13 જ દિવસમાં 72નાં મોત થયા છે. અમદાવાદમાં મે મહિનામાં પડેલી ભારે ગરમીના લીધે આટલા લોકોના મોત થયા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 06T102347.732 અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

Ahmedabad News: અમદાવાદમાં ગરમીનો (Ahmedabad Heat) હાહાકાર જોવા મળ્યો છે. શહેરમાં ભારે ગરમીના લીધે 13 જ દિવસમાં 72નાં મોત થયા છે. અમદાવાદમાં મે મહિનામાં પડેલી ભારે ગરમીના લીધે આટલા લોકોના મોત થયા છે. હોસ્પિટલમાં મૃત્યુ પામેલાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ પહેલા કેટલાક લોકોના મોત હાર્ટ એટેકના લીધે થયા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ મોત ગરમીના કારણે થયા છે.

અમદાવાદમાં ગરમીના લીધે 72 લોકોના મોતથી ડોક્ટરોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. પહેલીવાર ગરમીથી આટલા મોટા પ્રમાણમાં લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 15મેથી પહેલી જૂન સુધી ભારે ગરમી પડી હતી અને લગભગ 46થી 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદીઓ આમ તો 45 ડિગ્રી સુધીની ગરમીનો માર સહન કરી લે છે, પણ આ વખતે ગરમીનો પારો તેમની સહનશક્તિ કરતાં પણ વધી ગયો હોવાના લીધે આ સ્થિતિ જોવા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે