Navsari News: પાર-તાપી રિવર લિંક યોજનાને લઈને રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીના નિવેદન બાદ હવે સાંસદે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેની સામે કોંગ્રેસના અનંત પટેલે વિરોધ નોંધાવ્યો હતો. અનંત પટેલના વિરોધ પછી વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રોજેક્ટને લઈને નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે પાર-તારી લિંક યોજના 2022માં રદ થઈ. આવી કોઈ યોજના આવવાની નથી. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ગતકડા કરે છે. આવી કોઈ કેન્દ્રીય યોજના હોય તો તેને લોકસભામાં મૂકવામાં આવે, તેના પર ચર્ચા થાય, તેનો ડીપીઆર મૂકાય. જ્યારે આ યોજનાને લઈને અત્યાર સુધી આવું કશું થયું નથી.
ડેમ બચાવો સંઘર્ષ સમિતિના લોકો અમારા સંપર્કમાં છે, એમ તેમણે જણાવ્યું હતું. અમે તેમને પણ આ અંગે માહિતી આપીશું. અમારી સરકારે કોઈ બજેટ આપ્યું હોય તો બતાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે જાહેરાત કે નોટિફિકેશન આપવામાં આવ્યું હોય તો તે બતાવવામાં આવે. કોંગ્રેસ જૂના ડીપીઆર બતાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ રહે. કોંગ્રેસ આદિવાસી સમાજને ગુમરાહ ન કરે.
ડાંગમાં આદિવાસી દિવસના દિવસે તાપી નર્મદા લિંકનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ફરી એકવાર મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ તા. 14 ઓગસ્ટના રોજ ધરમપુર ખાતે આંદોલનની જાહેરાત કરી છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે અનંત પટેલે આંદોલન કરી જાહેરાત કરી હતી. આંદોલનની જાહેરાત કરતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ડેમનો મુદ્દો ચગાવવામાં આવે છે. 2022 માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે કહ્યું છે કે હાલમાં આવી કોઈ યોજના જ હાથ ધરવામાં આવનાર નથી તો પછી આ યોજના અંગે સવાલ જ ઉદભવતો નથી. તેથી આવા અવાસ્તવિક મુદ્દાઓ ચગાવવાનો કોઈ અર્થ નથી.
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ મસ્જિદ ફાયરીંગમાં નવસારીના યુવકનું થયું મોત
આ પણ વાંચો: નવસારી: બેફામ આઈસર ચાલકે સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો
