અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત પ્રવાસીઓ માટે એક યાદગાર સ્થળ બની રહ્યું છે. ગોવર્ધન પર્વત ખાતે યમુનાજીના 18 ઘાટ તેમજ આર્ટ ઓફ ગેલેરી મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે યમુનાજીના 18 ઘાટનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઘાટમાં 18 મંદિર બનાવાયા છે. તેમજ અહીં મ્યુઝીકલના આધારે કલરિંગ લાઈટ સાથે ફુવારા અનોખું વાતાવરણ ઉભું કરે છે.
હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન / હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલન, સાંગ્લા ઘાટીમાં પુલ તૂટી પડતાં ૭ લોકોના મોત
ટોક્યો ઓલિમ્પિક્સ / ડોમિનોઝ મીરાબાઈ ચાનુને આજીવન નિ: શુલ્ક પિઝા આપશે
આ ઉપરાંત આર્ટ ઓફ ગેલેરીમાં ગ્રામીણ સંસ્કૃતિને લગતી અલભ્ય વસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં જુના જમાના બળદ ગાડા, ઘરઘંટી, માટીના વાસણો, પિત્તળના વાસણો, પેટી, પલંગ, વર્કની ગોદડી, હાથ પંખા, ખાંડણી, છાસ વલોવવાનું દેશી મશીન, તોરણ, દેશી કબાટ, દેશી જુમર, પાકીટ, પાટલા, ભરત પેંટિંગ સહિતની ચીજ વસ્તુઓ એક સાથે જોવા મળે છે. પ્રવાસીઓએ ગોવર્ધન પર્વતની મુલાકાત સમયે આ અલભ્ય ભારતીય સંસ્કૃતિને લગતું પ્રદશન નિહાળવા જણાવાયું છે.
