છેતરપિંડી/ ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન

અવારનવાર ખેડૂતોને થતા અન્યાય અને નુકસાનને મામલે લોક બુમો ઉઠે છે, પરંતુ ખેડૂતોના અવાજને ન્યાય આપવાને બદલે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી દેતા હોય છે. જે મધ્યે કાલોલ તાલુકાના વેજલપુરના એક એગ્રો માલિકીની મોનોપોલીનો ભોગ બનેલ એક ખેડૂતને થતા અન્યાય નો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat
duplicate agro ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન

મોહસીન દાલ, ગોધરા @મંતવ્ય ન્યૂઝ

કાલોલ તાલુકા વિસ્તારમાં બિલાડીની ટોપની માફક ખાનગી એગ્રોની દુકાનો ધમધમી રહી છે જેમાં મોટાભાગની એગ્રોની દુકાનો માત્ર નફાખોરીને પ્રાધાન્ય આપે છે જે એગ્રોની દુકાનોમાં અનિયંત્રિત રીતે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેપારમાં ખેડૂતોના હિત ધરાવતા સરકાર માન્ય ગુણવત્તા અને ધારાધોરણો જળવાતા નથી જેથી અનેક ખેડૂતો ખાનગી એગ્રો ઈન્ડસ્ટ્રીઝની મોનોપોલી અને કાળાબજારીનો ભોગ બને છે.અવારનવાર ખેડૂતોને થતા અન્યાય અને નુકસાનને મામલે લોક બુમો ઉઠે છે, પરંતુ ખેડૂતોના અવાજને ન્યાય આપવાને બદલે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી દેતા હોય છે. જે મધ્યે કાલોલ તાલુકાના વેજલપુરના એક એગ્રો માલિકીની મોનોપોલીનો ભોગ બનેલ એક ખેડૂતને થતા અન્યાય નો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

duplicate agro 2 ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન

ઘટસ્ફોટ / ટૂંકા ગાળામાં કોવિશિલ્ડ કેવી રીતે લોન્ચ થયું? પૂનાવાલાએ કહ્યું – મોદીના શાસનમાં માખણ ચોપડવાની જરૂર ન પડી

મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લા ખેતીવાડી નિયામક અને જિલ્લા એ.પી.એમ.સી. વિભાગને કરેલી લેખિત રજૂઆત મુજબ ગોધરા તાલુકાના રામપુર (જોડકા) ગામના એક ખેડૂત નામે બળવંતભાઈ દલપતભાઈ ચૌહાણ એ આ ચોમાસું સિઝનમાં પોતાના બે એકર જેટલા ખેતરમાં શાકભાજીમાં કારેલાની વાડી કરી હતી. આ કારેલાની વાડી માટે મોંઘાં બિયારણ, ખેડ, ખાતર, પાણી, પાકા તારનો મંડપ ઉપરાંત પાછલા ત્રણ મહિનાથી પરસેવાની મહેનત અને માવજતને અંતે કારેલા બેસવાને સમયે જરૂરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે બળવંતભાઈ ચૌહાણએ ગત અઠવાડિયે તા.૬/૮ના રોજ વેજલપુર સ્થિત પ્રવિણદાસ ગોપાલદાસ પટેલ દ્વારા ચાલતી એગ્રો સર્વિસની દુકાનેથી કાચા બિલ સાથે જંતુનાશક દવા લીધી હતી જે ખેડૂતે બીજા દિવસે એટલે કે તા. ૭/૮ના રોજ પોતાની કારેલાની વાડીમાં છંટકાવ કર્યા પછી બીજા દિવસે બે એકરની વાડીમાં કારેલા કાળા પડી ગયા હતા. જેથી ખેડૂતોએ જંતુનાશક દવાની તપાસ કરતા એ જંતુનાશક દવા એક્સપાયરી ડેટ ધરાવતી હતી.

duplicate agro 3 ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન

ટ્વિટરે બદલી પોલીસી / ટ્વિટર હવે ભારતમાં કોઇ ડિરેકટર રાખશે નહીં,જાણો કોણ સંભાળશે જવાબદારી

જેથી એક્સપાયરી ડેટ ધરાવતી જંતુનાશક દવાઓનો જથ્થો ધરાવતા એગ્રો વેપારી એ અભણ ખેડૂતોને પધરાવી દેતા બે એકર જેટલી જમીન પરની કારેલાની વાડીને નુકસાન જતાં ખેડૂત પરિવારને ચાર પાંચ લાખની આવકનું નુકસાન પહોંચ્યું હતું. જે સમગ્ર મામલે બળવંતભાઈએ એક્સપાયરી ડેટ ધરાવતા જંતુનાશક દવાઓનો જથ્થો ધરાવતા એગ્રો વેપારી સામે પંચમહાલ જિલ્લા ખેતીવાડી નિયામક અને એ.પી.એમ.સી.વિભાગને જાણ કરતા જવાબદાર તંત્ર દ્વારા રજુઆત મામલે જરૂરી તપાસ અને સુનાવણી કરી અંતે કાયદેસરની કાર્યવાહીને આધીન વેજલપુર સ્થિત એગ્રો સર્વિસના વેપારી પ્રવિણદાસ ગોપાલદાસ પટેલની એગ્રો સર્વિસની દુકાનમાં તા.૧૨/૦૮થી તા.૧૧/૦૯ સુધી એક મહિનાની અવધિ માટે જંતુનાશક દવા અધિનિયમ હેઠળ દવાનું લાયસન્સ રદ કરીને સંતોષ માન્યો હતો.

મોટું એલાન / વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે 14 ઓગષ્ટનો દિવસ, પીએમ મોદીએ પણ આપ્યો ખાસ સંદેશ

જ્યારે બીજી એક મહિના સુધી બાહ્ય રીતે દવાઓનું વેચાણ નહીં કરીને કસુરવાર વેપારી નિયમિત રીતે ખાતર અને બિયારણના લાયસન્સ હેઠળ ઘીંકતો ધંધો કરવાની છુટ મળી જતાં વેપારીને દંડાત્મક કાર્યવાહીનો કોઈ ફરક પડ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે એક તરફ વેજલપુરના કુખ્યાત એગ્રો દુકાનદાર દ્વારા એક્સપાયરી ડેટ ધરાવતા જંતુનાશક દવાઓના વેચાણથી એક ખેડૂતની બે એકરની જમીન પરની ત્રણ મહિનાની પરસેવાની માવજત અને મહેનત સામે અપેક્ષિત ચાર પાંચ લાખની આવક પર બેજવાબદાર વેપારીએ પાણી ફેરવી દીધુ છે તેની સામે ખેડૂતોના અહિતનો કારોબાર કરતા કસુરવાર એગ્રો વેપારી નું માત્ર એક મહિનાનું લાયસન્સ રદ કરવાથી ખેડૂતોને શું ન્યાય મળશે..? ખેડૂતના હિત માટે થયેલા નુકસાનનું વળતર કોણ ચુકવશે..? તદ્ઉપરાંત કસુરવાર વેપારી સામે શા માટે દંડનીય કાર્યવાહી કરવા માટે પાછીપાની કરવી પડે છે..? એવા અનેક પ્રશ્નો જવાબદાર તંત્ર સમક્ષ ઉભા થતાં સમગ્ર મામલે પુનઃ સમીક્ષા કરી કસુરવાર વેપારી સામે ખેડુતને થયેલા નુકસાન અંગે કાયદેસર ની દંડનીય કાર્યવાહી કરવા માટે ખેડૂતો ની લોકમાંગ ઉઠવા પામી છે.

majboor str 7 ખાનગી એગ્રોના માલિકે એકસપાયરી ડેટ ધરાવતો દવાનો જથ્થો પધરાવી દેતા એક ખેડૂતને ભારે નુકસાન